Site icon Revoi.in

આ કાળા બીજ સ્વાસ્થ્ય માટે જાદુથી ઓછા નથી.

Social Share

તુલસીના બીજને બેસિલ સીડ્સ એટલે કે સબજા બીજ તરીકે ઓળખવામાં આવે છે. તે આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદા કારક છે. કબજીયાત, એસિડિટી, પેટ ફૂલી જવું સામાન્ય બની ગયું છે, પણ તુલસીના બીજ આ સમસ્યામાંથી રાહત અપાવી શકે છે. તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે. આ ફાઈબર આપણા પાચન તંત્રને સુરક્ષિત રાખે છે.

તુલસીના બીજમાં રહેલા વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ આપણા શરીરના સ્ટ્રેસ હોર્મોન્સને ઘટાડે છે. તેનાથી આપણું મન શાંત અને તણાવ મુક્ત રાખે છે.તુલસીના બીજમાં રહેલા ફાઈબરથી પેટ ભરેવું લાગે છે, જે તમારી ભૂખ ઓછી કરે છે આ ઉપરાંત, તેઓ તમારા પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. આ રીતે વજન નિયંત્રણમાં ખૂબ મદદ રૂપ થાય છે.

તુલસીના બીજમાં વિટામિન E અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ બંન્ને આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદા કારક છે. વિટામિન E ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે. જ્યારે એન્ટીઓક્સીડેન્ટ તેને બાહ્ય પરિબળોથી થતા નુકશાનથી બચાવે છે.