Site icon Revoi.in

બોલીવુડના આ કલાકારો ચાલુ વર્ષે OTT પ્લેટફોર્મ ઉપર કરશે ડેબ્યું

Social Share

દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા દિગ્ગજ સ્ટાર્સ OTT પર તેમની કીર્તિ ફેલાવી રહ્યા છે. કેટલીક વેબ સિરીઝ સ્ટાર્સના નામે અને કેટલીક વેબ સિરીઝ તેમની વાર્તા અને સ્ટાર્સના નામ બંનેના આધારે ચાલી રહી છે. જો કે ઘણા એવા સ્ટાર્સ છે જેઓ OTT પ્લેટફોર્મથી દૂર છે. જેથી તેમના ચાહકો પણ તેઓ ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા મળે તેવુ ઈચ્છી રહ્યાં છે. પરંતુ હવે તેની આતુરતાનો અંત આવ્યો છે. વર્ષ 2022માં બોલીવુડના સિંઘમ અજય દેવગન અને શાહિદ કપૂર સહિતના કેટલાક સ્ટાર OTT પર ડેબ્યૂ કરવા માટે તૈયારી કરી રહ્યાં છે.

OTT પ્લેટફોર્મ ઉપર ચાલુ વર્ષે ટેબ્યુ કરવા જઈ રહેલા કલાકારોની યાદીમાં સૌથી પહેલા બોલીવુડના સુપર સ્ટાર અજય દેવગનનો સમાવેશ થાય છે. ડીઝની હોટસ્ટાર પર અજય દેવગન રુદ્ર ધ એજ ઓફ ડાર્કનેસ રિલીઝ થશે. જેમાં અજય દેવગન એક પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ યાદીમાં બીજુ નામ ઘણી સુપરહિટ ફિલ્મો પોતાના નામે કરી ચુકેલા શાહિદ કપૂરનું છે. આ વર્ષે OTT પર પણ પોતાનો પાવર બતાવશે. જો કે આ વેબ સિરીઝનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી, તેનું દિગ્દર્શન રાજ અને ડીકે કરી રહ્યાં છે. તેમણે જ ‘ફેમિલી મેન’ સિરીઝની બે સીઝન ડિરેક્ટ કરી છે.

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષિત પણ આ વર્ષે ઓટીટી ઉપર જોવા મળશે. માધુરી દીક્ષિત ‘ફાઇન્ડિંગ અનામિકા’ વેબ સિરીઝથી OTTમાં ડેબ્યૂ કરશે. કરણ જોહર દ્વારા નિર્મિત આ એક થ્રિલર વેબ સિરીઝ છે. સોનાક્ષી સિન્હા ‘ફોલન’ વેબ સીરિઝથી ઓટીટી ડેબ્યૂ કરી રહી છે. આ વેબ સિરીઝમાં સોનાક્ષી અંજલિ ભાટીના રોલમાં જોવા મળશે. સોહા અલી ખાન ટૂંક સમયમાં વેબ સિરીઝ ‘કૌન બનેગા શિખરવતી’માં જોવા મળશે. આ વેબ સીરિઝ 14 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફેમસ કોમેડિયન કપિલ શર્મા ટૂંક સમયમાં નેટફ્લિક્સની ‘આઈ એમ નોટ ડન યેટ’ સિરીઝમાં જોવા મળશે. આમાં કપિલ તેના અંગત જીવનની કેટલીક ન સાંભળેલી વાતો સંભળાવશે. તે 29 જાન્યુઆરીએ રિલીઝ થશે.

Exit mobile version