Site icon Revoi.in

રાજ્યના આ શહેરોને આજથી નાઈટ કર્ફ્યૂમાંથી મળી મૂક્તિઃ- બાકીના શહેરોમાં રાત્રી કર્ફ્યૂ  યથાવત 

Social Share

 

અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોનાના વધતા કેસોને લઈને અનેક પાબંધિઓ લાગૂ કરવામાં આવી હતી જેને લઈને રાજયમાં પણ નાઈટ કર્ફ્યૂ સહિત અનેક પ્રતિબંધો હતા, જો કે આજથી આ જૂના નિયનો હટ્યા છે તથા નવા નિયમો લાગુ થયા છે.

રાજ્ય સરકારે જારી કરેલા  રાજયના નવા નિયમો પ્રમાણે 18 શહેરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો  છે. જયારે રાજયના બાકીનાં 18 શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યૂ અમલી રહેશે.આ નિયમો પ્રમાણે હવે આ શહેરોમાં દુકાનો સહિત વ્યવસાયિક એકમો રાત્રે 9 વાગ્યા સુધી સાલુરાખી શકાશે.

આ નવા નિયમો પ્રમાણે એનક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે જે મુજબ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ રાત્રે 9 સુધી 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. આ સહીત હોટલ દ્વારા હોમ ડિલિવરી રાતે 12 વાગ્યા સુધી કરવામાં આવી શકશે. તો બીજી તરફ રાજ્ય સરકારે અનેક લોકો માટે રસીકરમ ફરજિયાત બનાવ્યું છે.

આ 18 શહેરોમાં હોટલ સંચાલકો, માલિકો,તથા સ્ટાફે 30 જૂન સુધી કોરોનાની વેક્સિન ફરજિયાત લેવાની રહેશે,બીજી તરફ  સિનેમાઘરો મલ્ટિપ્લેકસ , ઓડિટોરિયમ પણ 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજુરી આપવામાં આવી છે ,પાર્ક અને બાગબગીચા રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી મળી છે, આ નવા નિયનોનેલઈ શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે, કે છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારીન પાબંધિઓ વચ્ચે શહેરીજનો રહી રહ્યા હતા, ત્યારે હવે આ છૂટછાટ મળતા લોકોમાં ઉત્સાહ છે, જો કે હજી કોરોના ખતમ થયો નથી જેથી દરેક લોકોએ માસ્ક ફરજિયાત પહેરીને કોરોનાના નિયમોને અનુસરવું જોઈએ, એ ભૂલવું જોઈએ નહી કે કોરોના હજી પણ આપણી વચ્ચે જ છે.