Site icon Revoi.in

આ પીણાં સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ફાયદાકારક

Social Share

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે ત્વચાથી લઈને ખોરાક સુધી તમામ ચીજવસ્તુઓમાં બદલાવ જોવા મળે છે.ઉનાળામાં ત્વચા ચીકણી થઈ જાય છે.સનબર્ન, ફોલ્લીઓ, પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થવા લાગે છે.એવામાં ચહેરો નિસ્તેજ થઈ જાય છે.સામાન્ય રીતે ત્વચા પર ફોલ્લીઓ અને ખીલ થવાનું કારણ પેટ સાફ ન થવા ઉપરાંત ધૂળ, માટી અને ગરમી હોય છે.ઉનાળામાં ઘણીવાર પેટની હાલત ખરાબ થઈ જાય છે.

ઉનાળાની ઋતુમાં ઘણીવાર શરીરમાં પાણીની કમી થઈ જાય છે. જેના કારણે પેટમાં ગેસ, એસિડિટી, અપચો વગેરેની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં જો તમારા આહારમાં હેલ્ધી ડ્રિંક્સનો સમાવેશ કરવામાં આવે તો પેટને ઠંડક મળશે અને પેટની સમસ્યા દૂર થશે.તેની સાથે ત્વચામાં સુધારો થશે અને ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.અહીં જાણો એવા પીણાં વિશે જે સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ફાયદાકારક છે.

હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે અને લીંબુ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. એવામાં હળદર અને લીંબુનું સેવન કરવાથી પેટ સાફ થાય છે.તેની સાથે ત્વચા સંબંધિત વિકારો દૂર થાય છે.ઘણા પ્રકારના સંક્રમણ સામે રક્ષણ આપે છે.

આમળા અને એલોવેરા બંને ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય માટે સારા ગણાય છે.જો આમળા અને કુંવારપાઠાનો રસ સવાર-સાંજ પીવામાં આવે તો શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા થાય છે.પાચનતંત્ર ઠીક થાય છે, પેટની બળતરા શાંત થાય છે અને ત્વચા ચમકદાર બને છે.ખીલ જેવી સમસ્યા દૂર થાય છે અને વાળ જાડા અને કાળા થાય છે.

ઉનાળામાં નારંગી, તરબૂચ, દાડમ, બીટ જેવા રસદાર ફળોનો રસ પીવો જોઈએ.તેનાથી પેટ સાફ થાય છે.એસિડિટી, ગેસ જેવી સમસ્યા દૂર થાય છે.શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને ત્વચા સ્વચ્છ અને ચમકદાર બને છે.