Site icon Revoi.in

ભારતીય સેનામાં અંગ્રેજ વખતની ચાલી આવતી આ પ્રથાઓ હવે થશે બંધ,જાણો શું આવશે પરિવર્તન

Social Share

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી કેન્દ્રની સત્તા પર આવ્યા છે ત્યારથી દેશ પ્રગતિના પંથે સતત આગળ જ વધતો જઈ રહ્યો છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી  અનેક જૂની પ્રથાઓ રિત રિવાઝો બંધ થયા છે ત્યારે દેશની સેનામાં પણ હવે અંગ્રેજ વખતની જૂની પરંપરા કે પ્રથા હવે બંધ થવા જઈ રહી છે જેનાથી દેશની સેનામાં પરિવર્તન આવશે.ભારતીય સેનાએ તેના ઘણા જૂના રિવાજો બંધ કરવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીની સૂચના બાદ ભારતીય સેનાની બ્રિટિશ યુગની ઘણી પ્રથાઓ બંધ થઈ જશે.

આ સંદર્ભમાં ભારતીય સેનાએ તેના એકમોને આદેશ જારી કર્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઔપચારિક કાર્યો માટે યુનિટ અથવા ફોર્મેશનમાં બગીઓનો ઉપયોગ બંધ કરવામાં આવશે અને આ કાર્યો માટે ઉપયોગમાં લેવાતા ઘોડાઓને હવે તાલીમ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હવે  ભારતીય સેનાએ તેના ઘણા જૂના રિવાજો બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં  કાર્યક્રમોમાં ઘોડાની ગાડીઓનો ઉપયોગ, નિવૃત્તિ પર પુલિંગ આઉટ સેરેમની ( જે રિટાયર્ડ થી રહ્યું હોય તેને એક સરસ મજાની કારમાં લઈ જવામામં આવે છે અને બીજા સૈન્ય તેની કારની આસપાસ ચાલતા જોવા મળે છે અથવા તેની કારને ખેંચીને ઘક્કો મારે છે) અને રાત્રિભોજન દરમિયાન પાઇપર્સ બેન્ડનો ઉપયોગ કરવો વગેરેનો સમાવેશ થાય છે જે હવે ભારતીય સેના નાબૂદ કરવા જઈ રહી છે.દેશ આઝાદ થયાની સાથે હવે અંગ્રેજોના ખોટા રિવાઝોમાંથી પણ આઝાદ થશે. 
કેટલાક એકમો, ઈમારતો, સંસ્થાઓ, રસ્તાઓ, ઉદ્યાનો, ઓચીનલેક અથવા કિચનર હાઉસ જેવી સંસ્થાઓના અંગ્રેજી નામોમાં ફેરફારની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે અને આ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી છે.