- ભારતીય સેનામાં આવશે પરિવર્તન
- અંગ્રેજ વખતની પ્રથાઓ થશે બંધ
- પીએમ મોદીના અથાગ પ્રયત્નો લાવશે રંગ
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી કેન્દ્રની સત્તા પર આવ્યા છે ત્યારથી દેશ પ્રગતિના પંથે સતત આગળ જ વધતો જઈ રહ્યો છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી અનેક જૂની પ્રથાઓ રિત રિવાઝો બંધ થયા છે ત્યારે દેશની સેનામાં પણ હવે અંગ્રેજ વખતની જૂની પરંપરા કે પ્રથા હવે બંધ થવા જઈ રહી છે જેનાથી દેશની સેનામાં પરિવર્તન આવશે.ભારતીય સેનાએ તેના ઘણા જૂના રિવાજો બંધ કરવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીની સૂચના બાદ ભારતીય સેનાની બ્રિટિશ યુગની ઘણી પ્રથાઓ બંધ થઈ જશે.
આ સંદર્ભમાં ભારતીય સેનાએ તેના એકમોને આદેશ જારી કર્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઔપચારિક કાર્યો માટે યુનિટ અથવા ફોર્મેશનમાં બગીઓનો ઉપયોગ બંધ કરવામાં આવશે અને આ કાર્યો માટે ઉપયોગમાં લેવાતા ઘોડાઓને હવે તાલીમ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.


