Site icon Revoi.in

હૃદય રોગ માટે જવાબદાર છે આ કારણો,તમે પણ રાખો ધ્યાન

Social Share

મોટાભાગના લોકોને અત્યારના સમયમાં ખબર જ નથી હોતી કે તેમના શરીરમાં ક્યારે કેવા પ્રકારની બીમારી આવી ગઈ, લોકોને મોટાભાગની બીમારી વિશે ત્યારે ખબર પડે છે જ્યારે મોડુ થઈ ગયું હોય છે. આવામાં જો વાત કરવામાં આવે હૃદય રોગની તો તેમાં આ કારણો છે જવાબદાર અને લોકોએ આ બાબતો પણ ધ્યાન પણ આપવું જોઈએ.

અત્યાર સુધી એવું મનાતું હતું કે વાયુ પ્રદૂષણ મુખ્યત્વે ફેફસા અને શ્વસન સંબંધિત બિમારીઓ માટે કારણભૂત હતું, પરંતુ તે હૃદય રોગ અને કેન્સર માટે પણ જવાબદાર છે. હાઇવેની નજીક રહેતાં અથવા વાહનોના ધુમાડાના વધુ સંપર્કમાં આવતાં વ્યક્તિને હૃદય રોગ થવાનું જોખમ વધુ હોય છે. ફેટ, સ્ટાર્ચ, એડેડ શુગર અને હાઇડ્રોજનેટટેડ ફેટ જેવાં ખાદ્ય પદાર્થોમાંથી તૈયાર કરાયયેલા પ્રોસેસ્ડ ફૂડનું સેવન પણ હૃદયના સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. વાયુ પ્રદૂષણ અને પ્રોસેસ્ડ ફૂડને કારણે થતો સોજો લિપિડને આકર્ષિત કરે છે, જે બ્લોકેજનું કારણ બને છે.

સામાન્ય જોખમી પરિબળો ઉપરાંત એક સંશોધનમાં લિપોપ્રોટીન લિટલ (એલપી)નું સ્તરણ પણ છે. ભારતીયોમાં આ પ્રોટીનનું સ્તર ઊંચું હોવાથી તેમને સીવીડીનું જોખમ વધુ રહે છે. આ બાબતે ડોક્ટર કહે છે કે જ્યારે લોહીમાં એલપી (એ)નું પ્રમાણ ઊંચું જોવા મળે ત્યારે તે ધમનીઓની દિવાલ સાથે જોડાવાનું શરૂ કરે છે, જે આખરે તેને બ્લોક કરીને સ્ટ્રોકનું કારણ બને છે. સાથે સાથે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નક્કી કરવું સરળ છે, પરંતુ તણાવનું પ્રમાણ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. લાંબા સમય સુધી તણાવ, ચિંતા અને ડિપ્રેશનનો અનુભવ કરતાં વ્યક્તિઓ હાઇ બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારામાં વધારો અનુભવે છે.