Site icon Revoi.in

આ બે કંપની બનાવશે વેક્સિનના સ્ટોરેજ યુનિટ્સ, માઈનસ 86 સુધીના તાપમાનમાં વેક્સિન રહેશે સલામત

Social Share

દિલ્લી: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર જેટલી ઝડપથી આવી એનાથી 10 ગણી વધારે ઝડપથી સરકાર અત્યારે વેક્સિનેશન પોગ્રામ ચલાવી રહી છે. દેશમાં રોજ લાકોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આવા સમયમાં એક સવાલ તે પણ થાય છે કે વેક્સિનને સ્ટોરેજ કરવી ક્યાં.?

હવે આ સમસ્યામાંથી પણ દેશને રાહત મળે તેવા સમચાર આવી રહ્યા છે. ફાઇઝર અને મોડર્નાની વેક્સિનને સાચવવા માટે ટાટા ગ્રૃપ કંપનીની વોલ્ટાસ અને ગોદરેજ સમૂહની ગોદરેજ એપ્લાયન્સીસ સ્ટોરેજ યુનિટ બનાવવા જઇ રહી છે. તેઓએ સ્ટોરેજ યુનિટનું પ્રોડક્શન વધારી રહ્યા છે અને ટેકનોલોજીને પણ અપગ્રેડ કરી રહ્યા છે.

વોલ્ટાસના મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ બક્ષીએ જણાવ્યું હતું કે કંપની અલ્ટ્રા-લો તાપમાન ડીપ ફ્રીઝર્સની આયાત કરવાની તૈયારીમાં છે, જેમાં -86 ડિગ્રી જેટલા નીચા તાપમાને પણ વેક્સિન સંગ્રહિત કરી શકાય છે. તેમના નિર્માણ માટે, કંપનીએ વિદેશી ભાગીદાર સાથે જોડાણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે જ્યારે ઓગસ્ટમાં ફાઈઝર અને મોડર્ના રસી ભારત આવશે, ત્યારે અમે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર હોઇશું. કંપની કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુટનિક વી માટે સ્ટોરેજ યુનિટ્સના ઉત્પાદનનું વિસ્તરણ કરી રહી છે.

કોલ્ડ ચેઇન મેન્યુફેક્ચરિંગ યુનિટ સેક્ટરની એક બીજી કંપની બ્લૂ સ્ટાર પણ કોવેક્સિન અને કોવિશિલ્ડ માટે મેડિકલ રેફ્રિજરેશન યુનિટ્સનું પ્રોડક્શન વધારી રહી છે. જલ્દી જ મોટી સંખ્યામાં તેને બજારમાં મુકવામાં આવશે. સાથે જ કંપની રશિયાની વેક્સિન સ્પૂતનિક વી અને જોન્સન એન્ડ જોન્સનની વેક્સિન માટે પણ સ્ટોરેજ યુનિટ્સ બનાવી રહી છે. કંપનીનું કહેવુ છે કે તેમના સ્ટોરેજ યુનિટ્સમાં ફાઇઝર અને મોડર્નાની વેક્સિન પણ રાખી શકાય છે. જેના માટે તેને ડ્રાઇ આઇસમાં રાખવી પડશે અને તેનો ઉપયોગ જલ્દીથી કરવો પડશે.

દેશમાં કોરોનાવાયરસની વેક્સિન 18 કરોડ જેટલા લોકોને આપવામાં આવી છે અને આગામી સમયમાં અન્ય વેક્સિનની બજારમાં એન્ટ્રી થતા વેક્સિનેશનના પ્રોગ્રામને વધારે ઝડપ મળી શકે છે.

Exit mobile version