Site icon Revoi.in

અમદાવાદના સરસપુરમાં ખાનગી બેંકનું ATM તોડવાનો તસ્કરોએ કર્યો પ્રયાસ

Social Share

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં ચોરી અને લૂંટ સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા ખાનગી બેંકના એટીએમ સેન્ટર ઉપર અજાણ્યા શખ્સો ત્રાટક્યાં હતા. તેમજ એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એટીએમ નહીં તુટતા અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સરસપુર વિસ્તારમાં લુહારની શેરી પાસે આવેલા ખાનગી બેંકના એટીએમ સેન્ટરમાં અજાણ્યા શખ્યો હતો. તેમજ અંદરથી લાખોની મતાની ચોરી કરવા માટે મશીનને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આમા તેમને કોઈ સફળથા મળી ન હતી. જેથી ઉશ્કેરાયેલા તસ્કરોએ અંદર તોડફોડ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તે બાદ અજાણ્યા શખ્સો અંધારામાં પલાયન થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. એટીએમની અંદર લાખોની રોકડ રકમ હોવાનું જાણવા મળે છે.

સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી લેવા કવાયત શરુ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેથી પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ્યાં હતા. પોલીસે એટીએમ સેન્ટરની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ પણ ચેક કર્યાં હતા. એટીએમ સેન્ટર ઉપર સિક્યુરિટી ગાર્ડ નહીં હોવાથી તસ્કરો આવા સેન્ટરોને નિશાન બનાવતા હોવાનું જાણવા મળે છે.

Exit mobile version