Site icon Revoi.in

કોરોનાથી પણ વધુ ખતરનાક આ બેક્ટેરિયા,10 થી વધુ બાળકો આવ્યા તેની ઝપેટમાં

Social Share

વારાણસી: કોરોનાના કેસ હજુ ક્યાંક ને કયાંક નોંધાઈ રહ્યા છે. હજુ કોરોના સંપૂર્ણ પણે ગયો નથી કે ત્યાં હવે કોરોના કરતા પણ ખતરનાક લેપ્ટોસ્પાયરોસીસે વારાણસીમાં દસ્તક આપી છે. આ રોગ ઉંદરોથી થાય છે. માત્ર બાળકોને જ ટાર્ગેટ કરે છે. અત્યાર સુધીમાં 10થી વધુ બાળકોને અસર થઈ છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

ચેતગંજની યુવતીને તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોકટરોએ તપાસ કરી, પરંતુ રોગની ખબર પડી ન હતી. આ પછી C રિએક્ટિવ પ્રોટીન (CRP) ટેસ્ટ કરવામાં આવ્યો. જ્યારે સીઆરપી વધુ મળી ત્યારે ડૉક્ટર ચિંતિત દેખાતા હતા. શંકાના આધારે તેણે લેપ્ટોસ્પાયરોસીસ માટે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો.સીએમઓ ડો.સંદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે લેપ્ટોસ્પાયરોસીસ અંગે માહિતી મળી છે. બાળરોગ ચિકિત્સકોને ચેતવણી આપવામાં આવી છે. અગાઉ 2013માં કેસ નોંધાયા હતા. ડીવીઝનલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડો.સી.પી.ગુપ્તાએ જણાવ્યું હતું કે ઓપીડીમાં દર્દીઓ આવતા હોય છે.

ઇન્ડિયન ચિલ્ડ્રન્સ એકેડમીના પ્રેસિડેન્ટ ડૉ. આલોક ભારદ્વાજના જણાવ્યા અનુસાર, જો તાવ ત્રણ-ચાર દિવસથી વધુ રહે તો તેને હળવાશથી ન લો. CRP ની તપાસ કરાવો. જો CRP વધારે હોય તો સમજો કે તે બેક્ટેરિયલ તાવ છે. આ પછી લેપ્ટોસ્પાયરોસિસ ટેસ્ટ કરાવવાનો રહેશે. તેના લક્ષણો ડેન્ગ્યુ અને વાયરલ જેવા જ છે. આમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટતા નથી. 30 થી 40 હજાર સુધી પહોંચ્યા બાદ રિકવર થાય છે.

લેપ્ટોસ્પાયરોસિસ ચેપના લક્ષણો

તાવ, શરીર, કમર અને પગમાં તીવ્ર દુખાવો, આંખોમાં લાલાશ, પેટમાં દુખાવો, ઉધરસ, ઉધરસ સાથે લોહી આવવું, તાવ સાથે શરદી અને શરીર પર લાલ ચકામા. તાવ 104 ડિગ્રીથી વધી શકે છે.

લેપ્ટોસ્પાયરોસિસથી બચવા માટે આ સાવચેતીઓ રાખો

– જ્યાં પ્રાણીઓ જાય ત્યાં તળાવમાં નહાવાનું ટાળો.

– ઘરમાં ઉંદરો હોય તો સાવચેત રહો

– બહારથી લાવેલા પ્લાસ્ટિકના પેકેટને સાફ કરીને વાપરો

– ચોમાસામાં સ્વિમિંગ, વોટર સ્કીઇંગ, સેઇલિંગ ટાળો

– ઘરના પાલતુ પ્રાણીઓની સ્વચ્છતા પર પણ ધ્યાન આપો.