Site icon Revoi.in

તારક મહેતામાં નહીં જોવા મળે આ ચહેરો

Social Share

મુંબઈ:સૌથી લોકપ્રિય સિટકોમ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિશા વાકાણી, નેહા મહેતા, ગુરચરણ સિંહ પછી હવે વધુ એક જાણીતો ચહેરો શોને અલવિદા કહેવા જઈ રહ્યો છે

સાંભળવામાં આવ્યું છે કે,શૈલેષ લોઢા એટલે કે તારક મહેતા શો છોડવાના છે.અહેવાલ મુજબ વર્ષોથી તારક મહેતા શો સાથે જોડાયેલા શૈલેષ લોઢાએ હવે શો છોડવાનો નિર્ણય લીધો છે.તેણે આ લોકપ્રિય શોને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે.શૈલેષ લોઢા છેલ્લા 1 મહિનાથી શો માટે શૂટિંગ કરી રહ્યા નથી.શોમાં પરત ફરવાનો પણ તેનો કોઈ ઈરાદો નથી.

સુત્રો જણાવે છે કે શૈલેષ લોઢા તેમના કોન્ટ્રાક્ટથી ખુશ નથી. તેમને લાગે છે કે શોમાં તેમની તારીખોનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો નથી. શૈલેષના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવાનું બીજું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે, શોને કારણે પ્રતિભાશાળી કલાકારો અન્ય તકો શોધી શકતા નથી.તાજેતરના સમયમાં શૈલેષ લોઢાએ અસંખ્ય ઑફરો ઠુકરાવી દીધી છે. પરંતુ હવે શૈલેષ તેને મળેલા બીજા પ્રોજેક્ટને ગુમાવવા માંગતા નથી.