Site icon Revoi.in

હિમાચલ પ્રદેશનું આ છે એક ગામ જેની સુંદરતા નિહાળતા જ તમે થઈ જશો મંત્રમુગ્ધ, વિદેશથી પણ પ્રવાસીઓ અહીં આવે છે

Social Share

આમ તો દરેક લોકોની પહેલી પસંદ શિમલા મનાલી હોય છે જો હિલ સ્ટેશન પર ફરવાની વાત આવે તો હિમાચલ પ્રદેશ બેસ્ટ જગ્યા છે જો કે અહી આવેલું એક સુંદર ગામ છએ કે જેને જોઈએ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે તો ચાલો જાણીએ શિમલા મનાલી કુલુ સહીત આ એક અલગ ગામ વિશે.

ગામનું નામ છે લોસર કે જે  હિમાચલ પ્રદેશમાં લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં આવેલું એક સુંદર ગામ છે. આ ગામમાં દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે. લોસર ગામની સુંદરતા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.
લોસર ગામ ભારત-ચીન સરહદ પર આવેલું છે અને અહીં પ્રવાસીઓ બરફથી ઢંકાયેલા પર્વતો જોઈ શકે છે. તમે શિયાળામાં અહીં જઈ શકતા નથી, પરંતુ ઉનાળામાં તમે અહીં ફરવા જઈ શકો છો.
પ્રકૃતિની ગોદમાં વસેલું આ ગામ દરિયાની સપાટીથી 4000 મીટરની ઉંચાઈ પર આવેલું છે. લોસર સ્પીતિના છેડે આવેલું છે. આ ગામ ભારત અને ચીનને અડીને આવેલું છે. લોસર ટ્રેકર્સ અને હાઇકર્સ વચ્ચે લોકપ્રિય છે. અહીં તમને પ્રકૃતિનો અદભૂત ખજાનો જોવા મળશે.