Site icon Revoi.in

આ છે વિશ્વની સૌથી ભારે સ્ટ્રોબેરી, જેનું વજન એટલું બધું છે કે વર્લ્ડ રેકોર્ડ બની ગયો

Social Share

સ્ટ્રોબેરી તો તમે ખાધી જ હશે.આ એક ખૂબ જ સ્વાદિષ્ટ લાલ રંગનું ફળ છે, જે દેખાવે સુંદર અને હૃદયને આકર્ષે છે.જોકે એવું કહેવાય છે કે, તેની ઉત્પતિ ઉત્તર અમેરિકામાં થઇ હતી,પરંતુ આજે તે સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવે છે.લોકોને સ્ટ્રોબેરી કેટલી પસંદ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે,તેનો સ્વાદ અન્ય ખાદ્ય પદાર્થોમાં પણ ઉમેરવામાં આવે છે.આજકાલ સ્ટ્રોબેરીને લઈને દુનિયાભરમાં વ્યક્તિની ચર્ચા થઈ રહી છે.કારણ કે તેણે પોતાના ખેતરમાં મોટી અને વિશાળ સ્ટ્રોબેરી ઉગાડી છે અને આમ કરીને તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ખરેખર, ઇઝરાયેલના રહેવાસી એરિયલ ચાહીએ હાલમાં જ એક વિશાળકાય સ્ટ્રોબેરી ઉગાડી છે, જેનું વજન 289 ગ્રામ છે.આ સાથે તે વિશ્વની સૌથી ભારે સ્ટ્રોબેરી બની ગઈ છે.આ સ્ટ્રોબેરી 18 સેમી લાંબી છે, જ્યારે તે 4 સેમી જાડી છે.વિશાળ હોવાને કારણે આ સ્ટ્રોબેરીનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.સામાન્ય રીતે સ્ટ્રોબેરી જોવામાં ઘણી નાની હોય છે અને વજનમાં પણ ઘણી ઓછી હોય છે, પરંતુ તમે આટલી મોટી સ્ટ્રોબેરી આ પહેલા ભાગ્યે જ જોઈ હશે

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ મુજબ, ઇલાન જાતની આ સ્ટ્રોબેરી ‘સ્ટ્રોબેરી ઇન ધ ફિલ્ડ’ દ્વારા ઉગાડવામાં આવી છે.ખરેખર, સ્ટ્રોબેરી ઉગાડવી એ એરિયલનો પારિવારિક વ્યવસાય છે.તેનો એક વીડિયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરવામાં આવ્યો છે,જેમાં સ્ટ્રોબેરીનું વજન દર્શાવવામાં આવ્યું છે.જોકે સ્ટ્રોબેરીનું વજન કરતા પહેલા તેનું પરીક્ષણ કરવા માટે આઇફોનનું વજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સ્ટ્રોબેરીનું વજન કરવામાં આવ્યું હતું.વજન કરવા પર જાણવા મળ્યું કે,સ્ટ્રોબેરીનું વજન આઈફોન કરતા વધુ છે.

આ પહેલા વિશ્વની સૌથી ભારે સ્ટ્રોબેરીનો રેકોર્ડ વર્ષ 2015માં બન્યો હતો, જેનું વજન 250 ગ્રામ હતું.તે જાપાનના કોજી નાકાઓએ ઉગાડ્યું હતું.સ્ટ્રોબેરીની આ જાપાની જાતને અમાઉ કહેવામાં આવે છે.

Exit mobile version