Site icon Revoi.in

દેશનું આ એવું શહેર છે કે જ્યાં દરરોજ ગાવામાં આવે છે રાષ્ટ્રગીત

Social Share

ભારત દેશનું રાષ્ટ્રીય ગીત જણ ગણ મન ….સાંભળતા જ દેશનો કોઈ પણ નાગરીક સાવધાનની સ્થિતિમાં આવી જાય છે, જો કે સામાન્ય રીતે કેટલાક અવસરે અને પ્રસંગે અથવા પ્રજાસત્તાક દિન કે પછી ગણતંત્ર દિવસ પર આ ગીતનું પઠન થાય તે વાત સહજ છે જો કે ભારતનું રાજ્ય નાગાલેન્ડમાં રાષઅટ્રીય ગીત માટે કોઈ પ્રસંગ દિવસ કે અવસરની રાહ જોવાતી જ નથી, અહી આખા રાજ્યમાં દરરોજ રાષ્ટ્રીય ગીતનું પઠન કરવામાં આવે છે.

અહી રોજે રોજ આખુ શહેર 52 સેકન્ડ માટે પોતાના જે તે તમામ કામકાજ છોડીને સાવધાનની સ્થિતિમાં ઊભા રહી જાય છે.મહત્વની વાત એ છે કે આ શહેરમાં એક નિશ્ચિત સમય અનુસાર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને કોઈપણ કામ રાષ્ટ્રગીત પછી જ શરૂ થાય છે.

નાલગોંડા એ તેલંગાણાનું એક શહેર છે જ્યાં દરરોજ સવારે 8 વાગ્યે લાઉડસ્પીકર પર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે.અને રસ્તે ચાલતા લોકો પણ રાષ્ટ્રીય ગીતના સમ્માનમાં ઊભા રહી જાય છે.આ સાથે જ શહેરના અલગ-અલગ મુખ્ય સ્થળોએ 12 મોટા લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે, જેના કારણે નજીકમાં રહેતા લોકો રાષ્ટ્રગીત સાંભળી શકે છે અને પોતાનું તમામ કામ બંધ કરી દે છે અને સાવધાની પૂર્વક ઉભા રહીને રાષ્ટ્રગીત ગાય છે.