Site icon Revoi.in

આ પ્રકારનું વર્તન ઉભુ કરે છે કરે છે માતા-પિતા અને બાળકો વચ્ચે નફરતનું વાતાવરણ,તમે આવું ન કરતા

Social Share

કેટલીક વાર જોવા મળતું હોય છે કે માતા-પિતા અને બાળકો વચ્ચે સંબંધ થોડા કડવાશ ભરેલા હોય છે. બાળકને માતા પિતા પ્રત્યે માન આદર સન્માન જેવું હોતું નથી અને માતા પિતા તો આખરે માતા પિતા છે. બાળકે ગમે તે કરે પણ માતા પિતા ક્યારેય પોતાના બાળકને નફરત કરી શકતા નથી, આવામાં લોકોએ જાણવું જોઈએ કે આવું કેમ થાય છે.

જાણકારોને કહેવા પ્રમાણે જ્યારે બાળકોને વધારે પડતી આઝાદી પણ જો આપી દેવામાં આવે ત્યારે તે માતા પિતાથી દુર થવા લાગે છે અને અણગમાનું વાતાવરણ પણ ઉભુ થાય છે જેમાં માતા પિતા હેરાન થાય છે અને બાળકને તો સાચા-ખોટાની ખબર જ નથી હોતી.

જાણકારો આ બાબતે એવું પણ કહે છે કે જ્યારે બાળકની સામે તેના મિત્રોને કઈ કહેવું નહી, કારણ કે જેમ જેમ બાળક મોટું થાય ત્યારે તેનો મિત્રોમાં વિશ્વાસ વધતો જાય છે અને મિત્ર વિરુદ્ધના કઠોર શબ્દો બાળકોને પસંદ આવતા નથી, તો માતા પિતા દ્વારા આ બાબતે ધ્યાન આપવું જોઈએ.

આ ઉપરાંત બાળકોની સરખામણી ક્યારેય બીજા બાળક સાથે કરવી જોઈએ નહી, મોટાભાગના માતા પિતાને આદત હોય છે કે તે પોતાના બાળકની સરખામણી અન્ય બાળક સાથે કરતા હોય છે અને આ કારણે પોતાનું બાળક ક્યારેક મુરજાવા લાગે છે અને પોતાને કમજોર પણ સમજવા લાગે છે. જ્યારે પણ બાળકની સરખામણી બીજા બાળકો સાથે કરવામાં આવે ત્યારે તે બાળકમાં ઈર્ષ્યા ભરાવા લાગે છે અને તેનો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય છે.

લોકો એ તે પણ જોવું કે બાળકો પર પોતાની અપેક્ષાઓ થોપવી જોઈએ નહીં અને અપેક્ષાઓ પૂરી ન કરવા માટે તેમને દોષ આપવો એ તદ્દન ખોટું છે. તમારા બાળકને તેની મહત્વાકાંક્ષાઓ અને સપના પૂરા કરવા દબાણ ન કરો. તેના બદલે, બાળકોને તેમના સપના અને આશાઓને અનુસરવા માટે પ્રેરણા આપો. આમ કરવામાં નિષ્ફળતા બાળકને બગાડી શકે છે અને તમારા સંબંધો બગાડી શકે છે.