Site icon Revoi.in

ભારતીય સેનામાં સામેલ થશે આ Missile,ચીન બોર્ડર પર થશે તૈનાત

Social Share

દિલ્હી:ભારતીય સેના પ્રથમ વખત વ્યૂહાત્મક કામગીરી માટે બેલેસ્ટિક મિસાઇલોને સામેલ કરી રહી છે. ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ LAC પર પ્રલય બેલિસ્ટિક મિસાઈલ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.

ભારતીય સેનાના આ નિર્ણયથી ચીની સેનામાં ભયનો માહોલ સર્જાશે. કારણ કે પ્રલય મિસાઈલ 150 થી 500 કિલોમીટરની રેન્જમાં ચીની સેનાના કોઈપણ લક્ષ્યને ખરાબ રીતે નષ્ટ કરી શકે છે.ભારતની ત્રણેય સેનાઓ હાલમાં રોકેટ ફોર્સ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.એવામાં પ્રલય મિસાઈલની તૈનાતી ટૂંક સમયમાં શક્ય છે.ઉચ્ચ સ્તરીય સંરક્ષણ સૂત્રોએ આ માહિતી આપી હતી.

તાજેતરમાં નેવી ચીફ એડમિરલ આર.કે. હરિ કુમારે કહ્યું હતું કે,દિવંગત જનરલ બિપિન રાવત રોકેટ ફોર્સ બનાવવાનું કામ કરી રહ્યા હતા.જેથી સરહદ પર દુશ્મનોનો સામનો કરી શકાય. પ્રલય મિસાઇલમાં ઘન પ્રોપેલન્ટ રોકેટ મોટર છે.આ સાથે નવી ટેકનોલોજી પણ છે. મિસાઈલની ગાઈડન્સ સિસ્ટમમાં અત્યાધુનિક નેવિગેશન અને ઈન્ટિગ્રેટેડ એવિઓનિક્સ છે.

ઈન્ટરસેપ્ટર મિસાઈલ પણ પ્રલય મિસાઈલના હુમલાને તોડી શકશે નહીં.તે પોતાનો માર્ગ બદલવામાં સક્ષમ છે.પરંતુ માત્ર હવામાં અમુક શ્રેણી સુધી. સંરક્ષણ સૂત્રોનું માનવું છે કે,પ્રલય મિસાઈલના સમાવેશથી ભારતીય સેનાને ઘણી તાકાત મળશે.ઊંચાઈએ ચીનના ટાર્ગેટ પર હુમલો કરવાનું સરળ બનશે.