Site icon Revoi.in

આ રાજકીય ષડયંત્ર, જનતા જવાબ આપશે: LG વી. કે. સક્સેનાની વાત પર શું બોલ્યા કેજરીવાલ?

Social Share

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટમાં પેશી દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે એલજીની એ વાતનો જવાબ આપ્યો કે જેમાં તેમણે કહ્યુ હતુ કે જેલની અંદરથી સરકાર નહીં ચાલે. પેશી સમયે જ્યારે પત્રકારો સાથેની વાતચીતમાં કેજરીવાલને ઉપરાજ્યપાલની વાતોને લઈને સવાલ કરવામાં આવ્યો, ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આ એક રાજકીય સાજિશ છે. જનતા આનો જવાબ આપશે.

અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી સમાપ્ત થઈ હતી. તેના પછી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી ખાતે રાઉજ એવન્યૂ કોર્ટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પેશી થઈ હતી. કેજરીવાલને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ ગોટાળાના મામલામાં ઈડીએ કસ્ટડીમાં લીધા છે. જણાવવામાં આવે છે કે આ સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ પણ કોર્ટમાં પહોંચ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાયા બાદ પણ કેજરીવાલે હાલ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું નથી અને તેઓ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે યથાવત છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કેજરીવાલ મુખ્યમંત્રી બનેલા રહેશે અને જેલમાંથી જ સરકાર ચલાવશે. જો કે એક ન્યૂઝ ચેનલની સાથેની વાતચીતમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ કહ્યુ હતુ કે હું દિલ્હીના લોકોને ભરોસો આપી શકું છું કે સરકાર જેલમાંથી નહીં ચાલે.

કોર્ટમાં અરવિંદ કેજરીવાલની પેશી દરમિયાન ઈડી તરથી એએસજી એસવી રાજૂએ પોતાની દલીલો આપી છે. એએસજીએ કહ્યુ છે કે કેજરીવાલ જાણીજોઈને અમારી સાથે કોઓપરેટ કરી રહ્યા નથી. એએસજી એસવી રાજૂએ રાઉજ એવેન્યૂ કોર્ટમાં કહ્યુ છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસવર્ડ જણાવી રહ્યા નથી. તેના કારણે ડિજિટલ ડેટા મળી રહ્યા નથી. અરવિંદ કેજરીવાલ તરફથી કહેવામાં આવે છે કે તેઓ પોતાના વકીલ સાથે વાત કરશે અને તેના પછી નક્કી કરશે કે પાસવર્ડ આપવો કે નહીં. જો તેઓ પાસવર્ડ નહી જણાવે, તો અમારે આ પાસવર્ડને બ્રેક કરવો પડશે.