Site icon Revoi.in

દેશના આ રાજ્ય એ રસીકરણ મામલે મહત્વની સિદ્ધી પ્રાપ્ત કરી- 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થતા પીએમ મોદીએ કર્યા વખાણ

Social Share

દહેરાદૂનઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે મોટા પાયે વેક્સિનેશન શરુ કરવામાં આવ્યું. વિતેલા વર્ષના જાન્યુઆરીથી શરુ કરવામાં આવેલા વેક્સિનેશનની પ્રક્રિયાએ ખૂબ વેગ પકડ્યો અને દેશભરમાં કરોડો લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યો અવનવા રેકોર્ડ બન્યા, ત્યારે હવે દેશના રાજ્ય ઉત્તરાખંડે વેક્સિનેશનની બાબતે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

ઉત્તરાખંડમાં રસીકરણ એટલું ઝડપી બન્યું હતુ કે હવે સમગ્ર રાજ્યના લોકોને પ્રથમ વેક્સિનનો ડોઝ સંપૂર્ણ મળી ચૂક્યો છે, આ દેશનું પહેલું રાજ્ય. બન્યું છે જ્યા પહેલા ડોઝનું સંપૂર્ણ રસીકણર કરવામાં આવી ચૂક્યું હોય.ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડે 17 ઓક્ટોબરે રવિવારે આ લક્ષ્ય હાંસલ કરી લીધું છે.

ઉત્તરાખંડ રાજ્યમાં પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થતાજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ મહત્વની સિદ્ધિ મેળવવા બદલ રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ જાર્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ રાજ્યની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.અહીં વેક્સિનલેવા પાત્ર દરેક લોકોએ પ્રથન વેક્સિનનો ડોઝ મેળવી લીધો છે.

પીએમ મોદીએ એક ટ્વિટ કરીને ઉત્તરાખંડ રાજ્યની સરહાના કરી છે, તેમણે કહ્યું કે, દેવભૂમિના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. કોરોના સામે દેશની લડાઈમાં ઉત્તરાખંડની આ સિદ્ધિ ખૂબ મહત્વની છે. મને વિશ્વાસ છે કે વૈશ્વિક મહામારી સામે લડવા માટે આપણું રસીકરણ અભિયાન સૌથી અસરકારક રહેશે અને તેમાં લોકોની ભાગીદારી પણ એટલી જ  મહત્વની છે.

 

આ સાથે જ રસીકરણના મામલે પિએમ મોદીના ટ્વિટને લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ વડાપ્રધાન પ્રત્યે કૃતજ્ઞતા દાખવી હતી અને કહ્યું હતું કે તેમના નેતૃત્વમાં, ઉત્તરાખંડ સંપૂર્ણપણે યોગ્ય લાભાર્થીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ સંપૂર્ણ પણ મેળવનારું રાજ્ય બન્યું છે.