Site icon Revoi.in

રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યું આ મંદિર,જાણો વધુ માહિતી

Social Share

ભારતમાં લોકોની ભગવાન પ્રત્યે શ્રધ્ધા અને આસ્થા એટલી બધી છે કે તેનો અંદાજ લગાવી શકાય નહી, અને સામે દાન પણ લોકો મંદિરમાં એટલું કરે છે કે જેનો અંદાજ લગાવવો અશક્ય બરાબર છે. આવામાં જો વાત કરવામાં આવે આંધ્રપ્રદેશમાં દેવી વાસવી કન્યાકા પરમેશ્વરી માતાના મંદિરની કે જે 135 વર્ષ જૂનું છે તો ત્યાં કરન્સી નોટો અને સોનાથી શણગાર કરવામાં આવ્યો છે.

જાણકારી અનુસાર આ મંદિરની વાસ્તુકલા ખૂબ જ પ્રભાવશાળી છે. નવરાત્રી દરમિયાન આ મંદિર ખૂબ જ અલગ રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરના અધિકારીઓએ દેવીને 8 કરોડ રૂપિયાના ધન અને સોનાના ઘરેણાથી શણગાર્યા છે. જેમાં 6 કિલો સોનું, 3 કિલો ચાંદી અને 6 કરોડ રૂપિયાની કરન્સી શામેલ છે. દેવીની સાથે સાથે મંદિરને પણ કરન્સી નોટો અને સોના ચાંદીથી સુશોભિત કરવામાં આવ્યા છે. ઝાડ અને છત પર પણ નોટોના બંડલ લગાવવામાં આવ્યા છે.

શુક્રવારે દેવી મહાલક્ષ્મીના અવતારના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મંદિર લગભગ બે દાયકાથી દશેરા દરમિયાન દેવીને સોના અને રોકડથી શણગારવાની પરંપરાનું પાલન કરે છે. એક અહેવાલ અનુસાર આ પરંપરાની શરૂઆત થઈ ત્યારે મંદિરને 11 લાખ રૂપિયાથી શણગારીને સુશોભિત કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ રકમમાં વધારો કરવામાં આવી રહ્યો છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું છે કે, પૈસા અને સોનુ ભક્તો તરફથી આપવામાં આવે છે. પૂજા અર્ચના બાદ ભક્તોને સોનુ અને પૈસા પરત આપી દેવામાં આવે છે. જેમાંથી એક પણ રૂપિયો મંદિરની ટ્રસ્ટમાં જમા કરવામાં નહીં આવે.