Site icon Revoi.in

શિયાળામાં આ પ્રકારની મીઠાઈ શરીર માટે રહે છે ફાયદાકારક

Social Share

આપણા દેશમાં લોકો સમય અને ઋતુને ધ્યાનમાં રાખીને દરેક પ્રકારની મીઠાઈ ખાતા હોય છે. શિયાળા માટે અલગ મીઠાઈ હોય છે તો ઉનાળા માટે અલગ. આવામાં જો શિયાળામાં આ પ્રકારની મીઠાઈ અથવા ગળી વસ્તુઓને ખાવામાં આવે તો તે શરીરને નુક્સાન કરતી નથી, પણ તે શરીર માટે ફાયદાકારક બની જાય છે.

આ મીઠાઈમાં સૌથી પહેલા આવે છે મગ દાળનો હલવો. ઘી, મગ દાળ અને ડ્રાયફ્રુટથી બનતા હલવાને વર્ષોથી સ્વાસ્થય માટે ફાયદાકારક ગણવામાં આવે છે. આને ખોરાક તરીકે ઉપયોગ કરવાથી શરીર અંદરથી ગરમ રહે છે. અને તેનો સ્વાદ પણ લઝીઝ હોય છે.

બીજા નંબર પર વાત કરવામાં આવે તો તલ-ગોળના લાડુ. આ શિયાળામાં ખવાતી ખુબ લોકપ્રિય મિઠાઇ છે. આને બનાવવુ ખુબ સરળ છે. આને ગોલ અને મગફળીના બીજ કે શિંગ સાથે પણ બનાવી શકાય છે. તલમાં ભરપુર માત્રામાં પોષક તત્વો પહેલા છ જ્યારે ગોળ ગળપણનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

ગોળની ચિક્કી પણ શરીર માટે એટલી જ ફાયદાકારક છે જેટલી અન્ય વસ્તુઓ. ઠંડીની સીઝન હોય અને ચિક્કીની વાત ન થાય એ તો કેમ બને, ગોળ મગફળીની ચિક્કી ન માત્ર સ્વાદમાં લાજવાબ છે પરંતુ શરીરમાં પોષણ ત્તત્વોમાં પણ ખુબ ફાયદા કારક છે.

Exit mobile version