Site icon Revoi.in

રામનગરી અયોધ્યામાં આ વર્ષની દિવાળી હશે ખાસ – 14.50 લાખ દિપ પ્રગટાવી રેકોર્ડ બનાવાશે

Social Share

લખનૌઃ- દેશભરમાં દિવાળીનો પર્વ ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવતો હોય છે ખાસ કરીને રામનગર ીઅયોધ્યામાં ભગવાન શ્રીરામના વનવાસ બાદ ઘરે ફરવાની ખુશો પર્વ અનેરો જોવા મળે છે,દરવર્ષે દિવાળીમાં અહી તાનજામ અને રોશની જોવા મળે છે ત્યારે વર્ષ 2022ની દિવાળઈ કંઈક ખઆસ હશે આ વર્ષે અહીં 14 લાખ 50 હજાર દિપ પ્રગટાવાની યોજના બનાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા  વર્ષે  9.41 લાખ દીવાઓ પ્રગટાવીને રેકોર્ડ બનાવ્યો હતો, જો કે મધ્યપ્રદેશ સરકાર દ્વારા એક સાથે 11.32 લાખ દીવાઓ પ્રગટાવીને ગિનીસ બુકમાં નોંધવામાં આવ્યો હતો.જો કે હવે યુપીનું પર્યટન અને સંસ્કૃતિ વિભાગ આ રેકોર્ડ તોડવાની તૈયારી કરી રહ્યું છે.

વિભાગીય મંત્રી જયવીર સિંહેના  જણાવ્યા પ્રમાણે હ ગત વર્ષની જેમ દીપોત્સવ પર પર્યટન વિભાગ દ્વારા રામાયણ પર આધારિત ટેબ્લોક્સ પ્રદર્શિત કરવામાં આવશે.રામ કી પૌડી પર પ્રથમ વખત ભવ્ય ડ્રોન શો યોજાશે, જેમાં 500 ડ્રોન સામેલ થશે.

આ સાથે જ આ દિવાળીમાં 3-ડી હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ અને લેસર-શોનું પણ ખાસ આયોજન કરવામાં આવશે. દીપોત્સવ દરમિયાન અયોધ્યામાં વિવિધ મંદિરો, સ્મારકો, ઘાટો અને મુખ્ય માર્ગો વગેરેને શણગારવામાં આવશે.