Site icon Revoi.in

નાસિકમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા,લોકોમાં ભયનો માહોલ

Social Share

મુંબઈ:મહારાષ્ટ્રના નાસિકમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4, 2.1 અને 1.9 રહી છે.આં ભૂકંપના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકસાન થયું નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ છે. સતત ત્રણ ભૂકંપના આંચકાથી દરેક લોકો ડરી ગયા છે.વહીવટીતંત્રએ દરેકને ન ડરવાની અપીલ કરી.

જોકે શરૂઆતમાં આ ધ્રુજારીનું ચોક્કસ કારણ ન સમજી શકવાના કારણે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી.સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી હતી કે આકાશમાં અવાજ આવ્યો અને જમીન હલી ગઈ.સ્થાનિક શિવસેના નેતા વિઠ્ઠલરાવ અપસુંદેએ જણાવ્યું હતું કે, સૌથી વધુ આંચકા જાંબુતકે ગામમાં અનુભવાયા હતા.તહસીલદાર પંકજ પવારે વહીવટીતંત્ર તરફથી ન ડરવાની અપીલ કરી છે, પરંતુ નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.  ડિંડોરી તાલુકામાં ભૂતકાળમાં રિક્ટર સ્કેલ પર 3 થી વધુનો ભૂકંપ નોંધાયો નથી.જો કે,નજીકના પેઠ અને સુરગાણા તાલુકામાં ભૂકંપના આંચકા આવ્યા હોવાના અહેવાલો છે.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે

Exit mobile version