Site icon Revoi.in

ટાઈગર શ્રોફ અને દિશા પાટનીની મુશ્કેલી વધીઃ મુંબઈ પોલીસે નોંધી ફરિયાદ

Social Share

મુંબઈઃ બોલીવુડ઼ના સુપરસ્ટાર ટાઈગર શ્રોફ અને દિશા પાટની સામે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી છે. બ્રાંદ્રા પોલીસ સ્ટેશનનના ડીસીપી અભિષેક ત્રમુખે ફરિયાદ અંગે પુષ્ટી કરીને જણાવ્યું છે કે, બંનેની સામે કોરોના પ્રતિબંધોના ઉલ્લંઘનને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે.

બાંદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ ધનાવડેએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને કારણે મુંબઈમાં બપોરના 2 કલાક બાદ કારણવગર બહાર ફરવા ઉપર પ્રતિબંધ છે. દરમિયાન ટાઈગર શ્રો અને દિશા પાટની સાંજના બ્રાંદ્રા બસ સ્ટેન્ડ પાસે ફરતા હતા. એટલું જ નહીં બંનેએ ઘરમાંથી બહાર નીકળવાનું પોલીસને ચોક્કસ કારણ આપ્યું નથી. જેથી તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, જામીન લાયક ગુનો હોવાથી ધરપકડ કરવામાં આવી નથી.

મહારાષ્ટ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર હાલ રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સવારના 7થી બપોરના 2 કલાક સુધી ખુલ્લી રાખી શકાય છે. રાજ્યમાં જૂન સુધી લોકડાઉન છે.

તાજેતરમાં જ બંને ડ્રાઈવ ઉપર નીકળ્યાં હોવાની તસ્વીરો સામે આવી હતી. આ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરસ થઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર કારમાં દિશા આગળની સીટમાં બેઠી હતી. જ્યારે ટાઈગર પાછળની સીટમાં બેઠો હતો. ડ્રાઈવનો આંનદ બંને કલાકારો લઈ રહ્યાં હતા ત્યારે પોલીસે રોક્યાં હતા. પોલીસે તેમના આધારકાર્ડ સહિતના દસ્તાવેજ ચેક કરીને જવા દીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટાઈગર શ્રોફ અને દિશા પટનીએ બાગી-2 ફિલ્મમાં સાથે અભિનય કર્યો હતો. તેમજ બંને વચ્ચે સારી મિત્રતા હોવાના અહેવાલ અવાર-નવાર સામે આવે છે.