Site icon Revoi.in

આજ સુધી કોઈ સુપરસ્ટારએ નથી તોડ્યો ગોવિંદાનો આ રેકોર્ડ…

Social Share

90ના દાયકામાં સુપરસ્ટાર ગોવિંદાની સ્ટાઈલનો એક તબક્કો હતો. ગોવિંદા તેમના સમયના ટોપ એક્ટર હતા. ફિલ્મ હિટ કરવા માટે તેમનું નામ જ કાફી હતુ. ફેન્સ તેમની ફિલ્મ માટે આતુરતા પૂર્વક રાહ જોતા હતા. સાથે જ બોલિવુડના મોટા મોટા સ્ટાર્સ ગોવિંદાના નામથી ડરતા હતા.

આજ સુધી કોઈ નથી તોડી શક્યું ગોવિંદાનો આ રેકોર્ડ
વર્ષ 1986માં આવેલ ફિલ્મ ‘લવ 86’ થી ગોવિંદાએ તેના કરિયરની શરૂઆત કરી હતા. તેમની આ ફિલ્મ સુપરહિટ રહી અને ગોવિંદા રાતોરાત સ્ટાર બની ગયા. તેના પછી એક્ટર પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ. ગોવિંદાએ એક સાથે 70થી વધારે ફિલ્મો સાઈન કરી લીધી હતી.

વાસ્તવમાં, ગોવિંદાને પૂછવામાં આવ્યું કે તે એક દિવસમાં કેટલી ફિલ્મ શૂટિંગ કરે છે? તેના જવાબમાં ગોવિંદાએ કહ્યું કે ‘હું ક્યારેક તો એક દિવસમાં બે ફિલ્મનુ શૂટિંગ કરતો હતો, તો ક્યારેક 4-5 ફિલ્મોનુ શૂટિંગ પણ કરી લેતો હતો.’ ગોવિંદાએ એ પણ કહ્યું હતુ કે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ યાદ રહે છે અને તે સરળતાથી તેમની ફિલ્મના કિરદારમાં પ્રવેશી જતા હતા.

જ્યારે ગોવિંદાએ 100 કરોડની ફિલ્મ રિજેક્ટ કરી
ગોવિંદાએ તપોતાના કરિયરમાં સેંકડો ફિલ્મો કરી છે. પણ પાછલા લાંબા સમયથી તે મોટા પડદા પરથી ગાયબ રહ્યા છે. પાછલા વર્ષેમાં એક ઈન્ટર્વ્યુમાં ગોવિંદાએ જણાવ્યું હતુ કે તેમને કરોડો રૂપિયાના ઘણા પ્રોજેક્ટ રિજેક્ટ કર્યા હતા. ગોવિંદાના આજે પણ લાખો પ્રસંશકો તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

Exit mobile version