Site icon Revoi.in

તિરુપતિ મંદિરની જેમ થશે અયોધ્યામાં રામલલાના દર્શન- જાણો કેવી હશે રામમંદિરના શ્રધ્ધાળુંઓ માટેની વ્યવસ્થા

Social Share

લખનૌઃ રામજન્મભૂમિમાં અયોધ્યા મંદિરને લઈને લોકોનો ઉત્સાહ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે રામમંદિરમાં બિરાજમાન રામલલાના નિર્માણમાં દેશના વિવિધ સ્થળોની તર્જ પર વિવિધ પ્રકારની વિશેષતાનો સમાવેશ કરવામાં આવશે.

આ મંદિરના વૈજ્ઞાનિક બાંધકામ ઉપરાંત તિરુપતિ દેવસ્થાનમની તર્જ પર જ દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં દરેક સામાન્ય અને ખાસ વ્યક્તિ એક સાથે દર્શન કરી શકશે. કારણ કે તેની ગેલેરીઓને અલગ અલગ કરવામાં આવશે જેથી સુરક્ષાના કારણોસર સામાન્ય મુલાકાતીઓને એક જ સમયે રોકવાની જરૂર નહીં પડે. આ સિવાય દર્શનની એવી વ્યવસ્થા હશે કે ભક્તો રામલલાની પરિક્રમા કરતી વખતે પરિસરમાં 24 કલાક વિતાવી શકશે.

રામજન્મભૂમિ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે આ બાબતને લઈને કહ્યું હતું કે, રામમંદિરનું પરિસર  મોટા પ્રમાણમાં ખુલ્લું રાખવામાં આવશે. પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળીથી ભરપૂર રાખવા માટે જે વૃક્ષો હાલ જોવા મળે છે તેને યથાવત રખાશે અર્થાત તેને કાપવામાં આવશે નહીં પરંતુ તેમને મૂળ સાથે નક્કી કરેલા સ્થળે ખસેડવામાં આવશે. આ સાથે રામાયણ કાળના છોડની લગભગ પાંચસો પ્રજાતિઓ પણ પરિસરમાં રોપવામાં આવશે.

આથી વિશેષ માહિતી મળી રહી છે કે, કચરાના નિકાલ માટે ઘન કચરાનું વ્યવસ્થાપન, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા માટે પાણીનો પ્લાન્ટ અને ગટર વ્યવસ્થા પ્લાન્ટ પણ રામજન્મભૂમિ સંકુલમાં સ્થાપવામાં આવશે.જે યાત્રીઓની સુવિધાને વધુ સુલભ અને સરળ બનાવશે,

રામ જન્મભૂમિ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી રાયના મત પ્રમાણે, રામ મંદિરનું નિર્માણ ત્રણ એકરમાંકરવામાં આવી શકે છે પરંતુ તેનું પરિસર દસ એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલું હશે. તેમણે કહ્યું કે રામ મંદિર બહાર સાડા છ એકરની ત્રિજ્યામાં પાર્ક પણ બનાવવામાં આવશે. આ પાર્ક જોધપુરના પથ્થરોમાંથી બનાવવામાં આવશે. તેની બહાર એક રિટેનિંગ વોલ નું પણ નિર્માણ કરાશે.આ જાળવણી દિવાલનું નિર્માણ સુપર સ્ટ્રક્ચરની ત્રણ બાજુઓ પર કરવામાં આવશે એટલે કે પશ્ચિમ દિશા સિવાય ઉત્તર અને દક્ષિણમાં. આ બધી બાબતો સહીત રામમંદિરની ભવ્યતા આંખે અઁજાનાર હશે.રામમંદિરને લઈને દેશ તથા દેશની બહારના લોકોમાં ભારે ઉત્સાહ છે.