Site icon Revoi.in

TMCએ પ.બંગાળમાં કૉંગ્રેસને 2 સીટ કરી ઓફર, અધીર રંજને કહ્યુ- અમે મમતા પાસે ભીખ નથી માંગી

Social Share

કોલકત્તા : ઈન્ડિયા બ્લોકમાં સીટ શેયરિંગ પર સમજૂતદી પહેલા જ વિવાદના અહેવાલ છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ સીધું તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમમે ત્યાં સુધી કહ્યું છે કે મમતા બેનર્જી ગઠબંધન જ ઈચ્છતા નથી. તેઓ મોદીની સેવામાં જ લાગેલા છે.

બુધવારે સૂત્રોએ એક મેગેઝીનને જણાવ્યું હતું કે ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં એલાયન્સમાં સહયોગી કોંગ્રેસને માત્ર બે લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની ઓફર કરી છે. સૂત્રોને ટાંકીને દાવો કરાયો હતો કે 2019ની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને બંગાળમાં 43 ટકા વોટ મળ્યા હતા અને 22 સીટો પર જીત મળી હતી. તેવામાં ટીએમસી ચાહે છે કે બંગાળમાં તે મુખ્ય પાર્ટી છે અને તેને બેઠક વહેંચણી પર આખરી નિર્ણય લેવાનો અધિકાર આપવો જોઈએ.

ગુરુવારે ટીએમસીની આ ફોર્મ્યુલા પર કોંગ્રેસે આકરો વાંધો વ્યક્ત કર્યો છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે કે ખબર નહીં કોણે મમતા પાસે ભીખ માંગી છે. અમે તો કોઈ ભીખ માંગી નથી. મમતા ખુદ જ કહી રહ્યા છે કે તેઓ ગઠબંધન ચાહે છે. અમને મમતાની દયાની કોઈ જરૂરત નથી. અમે પોતાના દમ પર ચૂંટણી લડી શકીએ છીએ. ચૌધરીએ કહ્યુ છ કે મમતા હકીકતમાં ગઠબંધન જ ઈચ્છતા નથી. તેમણે આકરા કટાક્ષ કહ્યુ છે કે મમતા તો મોદીની સેવામાં લાગેલા છે.

સૂત્રોનું કહેવું છે કે સીટ શેયરિંગની સંખ્યા એક સ્પષ્ટ ફોર્મ્યુલા પર આધારીત ચે. તેમાં સંસદીય ચૂંટણી અને રાજ્ય વિધાનસભા ચૂંટણીનું આકલન સામેલ છે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તમામ 42 બેઠકો પર ચૂંટણી લડી અને તેને માલ્દા દક્ષિણ અને બરહામપુર એમ બે બેઠકો પર જીત મળી હી. કોંગ્રેસને ત્યારે 5.67 ટકા વોટ મળ્યા, જે સીપીએમથી પણ ઓછા છે. સીપીએમને 2019માં 6.33 ટકા વોટ મળ્યા હતા.

આના પહેલા 19 ડિસેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠક થઈ હતી. તેમાં ટીએમસીએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને ઈન્ડિયા બ્લોકના પીએમ ફેસ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સમર્થન કર્યું હતું. જો કે આ પ્રસ્તાવ આગળ વધી શક્યો નહીં. સૂત્રો મુજબ, ટીએમસીનું માનવું છે કે દલિત સમાજમાંથી આવતા ખડગે શ્રેષ્ઠ વિકલ્પ છે તેઓ 58 બેઠકો પર પ્રભાવ પાડી શકે છે.

જો કે બાદમાં અહેવાલ આવ્યા કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, મમતાના પ્રસ્તાવી નારાજ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બાદમાં નીતિશ કુમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. હવે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસે નીતિશ કુમારને સંયોજક બનાવવાની પહેલ શરૂ કરી છે.