Site icon Revoi.in

ભારતને આત્મનિર્ભર બનાવતા કાર્યોને આગળ વધારવા જરૂરી: RSS ABPS

Social Share

RSS અખિલ ભારતીય પ્રતિનિધિ સભા એટલે કે એબીપીએસ દ્વારા 13 તારીખની રોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, આ કાર્યક્રમ દરમિયાન તે તમામ મુદ્દાઓ પર ભાર મુકવામાં આવ્યો જે ભવિષ્યમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. RSS અખિલ ભારતીય પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું કે ભારત પોતાના પ્રાકૃતિક સંસાધનોના ખજાના, વિશાળ પ્રમાણમાં માનવબળ અને અવિશ્વસનીય કૌશલને લઈને કૃષિ, વિજ્ઞાન અને સેવાનો ઉપયોગ કરીને અર્થવ્યવસ્થાને ઉચ્ચ સ્તર પર લઈ જવાની ક્ષમતા રાખે છે. કોરોનાવાયરસ મહામારીની અસરોને તો આપણે જોઈ પણ આ સમય દરમિયાન કેટલીક તકોને પણ બહાર આવતી જોઈ છે જેનો સમાજના કેટલાક લોકો દ્વારા લાભ પણ ઉઠાવવામાં આવ્યો છે. RSS અખિલ ભારતીય પ્રતિનિધિ સભા આ વાત પર બળ દઈને જણાવવામાં માગે છે કે આ પ્રકારના પડકારનો સફળતાપૂર્વક સામનો કરવા માટે તથા કેટલાક સમાજના લોકોને આ વિશે લાભ મળે તેના માટે પોતાની સક્રિય ભૂમિકા નિભાવવી પડશે.

એબીપીએસના અભિપ્રાય મુજબ ભારતના ભારતીય આર્થિક પ્રતિમાન મોડલને મહત્વ આપવું જોઈએ જે દેશના લઘુ ઉદ્યોગ, સુક્ષ્મ ઉદ્યોગ તથા કૃષિ ઉદ્યોગ સાથે જોડાયેલું છે. આ ઉપરાંત સોફ્ટ સ્કિલ અને ટેક્નિકને પણ સ્વીકારવામાં આવે તે જરૂરી છે.

દેશમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રોજગારને લઈને મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે. એબીપીએસ નિર્બળ અને પછાત વર્ગના લોકોને કાયમ અને યોગ્ય રોજગાર મળે તે માટેના પ્રયાસોને યશોગાથાનો આભાર માને છે. સમાજમાં આત્મનિર્ભર અને સ્વદેશી બનવા માટેના આ પ્રકારના પ્રયાસોથી અનેક પહેલને પ્રોત્સાહન મળશે.