Site icon Revoi.in

પીએમ મોદીનો આજે 71 મો જન્મદિવસ,બીજેપી શરૂ કરશે સેવા અને સમર્પણ અભિયાન

Social Share

દિલ્હી :આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિતે હરિયાણામાં ભાજપ સેવા અને સમર્પણ અભિયાન શરૂ કરશે. આ કાર્યક્રમ 20 દિવસ સુધી ચાલશે.આ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઓપી ધનખડે રૂપરેખા નક્કી કરી મહામંત્રી વેદ્પાલને જવાબદારી સોંપી છે.

આ કાર્યક્રમોમાં પર્યાવરણ, આરોગ્ય, સ્વચ્છતા પ્રત્યે સમર્પણ તથા જરૂરિયાતમંદો, દિવ્યાંગો અને રોગોથી પીડિત લોકો માટે ભાજપના કાર્યકરોનું સમર્પણ જોવા મળશે. જોકે, ખેડૂતોના આંદોલન વચ્ચે યોજાનારા આ કાર્યક્રમો પર કેન્દ્રીય નેતાઓ પણ નજર રાખશે.

આ જ કારણ છે કે અભિયાનની રૂપરેખા તૈયાર કરતી વખતે ખુદ પ્રદેશ પ્રમુખે અભિયાનના પ્રભારીની જવાબદારી પ્રદેશ મહામંત્રી વેદપાલ એડવોકેટને આપી છે. જે 9 પ્રવૃત્તિઓ કરવાની છે તેમને પ્રભારી અને સહ પ્રભારી બનાવીને તમામ કાર્ય સમર્પણ સાથે કરવા માટે પ્રદેશ પ્રમુખ ઓમપ્રકાશ ધનખડ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

રાજ્યના મીડિયા વડા સંજય શર્માએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન 17 સપ્ટેમ્બરે 71 વર્ષના થશે, તેથી પાર્ટી રાજ્યભરમાં 71 સ્થળોએ રક્તદાન શિબિર અને રસીકરણ કાર્યક્રમોનું આયોજન કરશે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દરેક ગામ અને શહેરમાં 71 હજાર રોપાઓ રોપવામાં આવશે. સેવા તબક્કામાં 68 સિવિલ હોસ્પિટલો અને 128 સામુહિક આરોગ્ય કેન્દ્રો પર ફળોનું વિતરણ કરવામાં આવશે. આ સિવાય પ્રધાનમંત્રી રાહત કાર્ય હેઠળ 71 લાખ લોકોને રાશન વિતરણ કરવામાં આવશે.