Site icon Revoi.in

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફનો આજે જન્મદિવસ,ઘણી સુપરહીટ ફિલ્મોમાં કર્યું છે કામ

Social Share

મુંબઈ:આજે બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફનો જન્મદિવસ છે.ટાઈગર શ્રોફ 2014થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો મહત્વનો હિસ્સો છે.થોડા જ વર્ષોમાં તેણે પોતાની ટેલેન્ટથી બધાના દિલ જીતી લીધા છે.એક્ટિંગ હોય, ડાન્સ હોય કે પછી એક્શન સીન હોય, ટાઈગરે હંમેશા પોતાના કામમાં 100% કામ આપ્યું છે.તેથી જ તેની ઘણી ફિલ્મો સુપરહિટ રહી છે.

ટાઈગરે સાજિદ નડિયાદવાલાની ફિલ્મ હીરોપંતીથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.ટાઈગર શ્રોફ જાણીતા બોલિવૂડ એક્ટર જેકી શ્રોફનો પુત્ર છે,પરંતુ તેણે પોતાની મહેનતથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. તેથી જ હવે યુવા પેઢી જેકી શ્રોફને ટાઈગર શ્રોફના પિતા તરીકે જાણે છે.ટાઈગર શ્રોફનું સાચું નામ જય હેમંત શર્મા છે.જોકે લોકો તેને ‘ટાઈગર શ્રોફ’ તરીકે ઓળખે છે.તે દેશના ‘સૌથી વધુ કમાણી કરનારા’ અભિનેતાઓમાંના એક છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, ટાઇગરે બાગી, વોર, સ્ટુડન્ટ ઓફ ધ યર જેવી ઘણી ફિલ્મોમાં પોતાના એક્ટિંગનું સારું એવું પ્રદર્શન કર્યું.તેની ફિલ્મોના ગીતો અને ટાઈગરનો ડાન્સ પણ ઘણો વાયરલ થયો છે.’બીટ પે બૂટી’, ‘વ્હિસલ બાજા,’ ‘ધ હૂક-અપ સોંગ’ જેવા તેમના ઘણા ગીતો આજે પણ લોકોના મોઢા પર છે. આ સિવાય ટાઈગરે પોતાની ફિલ્મોમાં ઘણી એક્શન સિક્વન્સ પણ કરી છે.

ટાઈગરના વર્ક ફ્રંટની વાત કરીએ તો આગામી ફિલ્મ બાગી 4, હીરોપંતી અને ગણપથમાં જોવા મળશે.

Exit mobile version