Site icon Revoi.in

બોલિવૂડની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનો આજે જન્મદિવસ, 2006 માં બની હતી મિસ શ્રીલંકા

Social Share

મુંબઈ :બોલિવૂડની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ આજે એક ચમકતો સ્ટાર છે. આજે જેકલીન તેનો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીનો જન્મ 11 ઓગસ્ટ 1985 ના રોજ થયો હતો. અભિનેત્રી મૂળ શ્રીલંકાની છે

જેકલીનને બાળપણથી જ અભિનયનો શોખ હતો. અહેવાલો મુજબ, જ્યારે તેણીએ પ્રથમ પ્રોગ્રામ હોસ્ટ કર્યો ત્યારે તે માત્ર 14 વર્ષની હતી.

પોતાની સુંદરતાથી ચાહકોને દિવાના બનાવનાર જેકલીને સિડની યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કર્યો અને શ્રીલંકામાં ટીવી રિપોર્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

જેકલીન ફર્નાન્ડીઝ 2006 માં મિસ શ્રીલંકા યુનિવર્સ તરીકે ચૂંટાઈ આવી હતી અને ત્યારબાદ 2009 માં ફિલ્મ ‘અલાદ્દીન’ માટે ઓડિશન આપ્યા બાદ તેણીની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

જેકલીનની પ્રથમ હિટ ફિલ્મ ‘મર્ડર 2’ રહી, ત્યારબાદ તેને ઇન્ડસ્ટ્રીમાં ઓળખવા લાગ્યા. ‘મર્ડર 2’ ની સફળતા પછી આવતા વર્ષે જ જેકલીનની ‘હાઉસફુલ 2’ અને ‘રેસ 3’ આવી.આ સિવાય જેકલીન 2014 માં ફિલ્મ ‘કિક’માં સલમાન ખાન સાથે જોવા મળી હતી. કહેવાય છે કે ‘કિક’ની સફળતા બાદ સલમાન ખાને તેને બાંદ્રામાં 3 BHK ફ્લેટ ભેટમાં આપ્યો હતો.

ફિલ્મી કારકિર્દી ઉપરાંત જેકલીન ટીવી રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ની નવમી સિઝનમાં જજ બની હતી. આ સિવાય જેક્લીન આ દિવસોમાં મ્યુઝિક આલ્બમમાં પણ કામ કરી રહી છે.

આજે જેકલીન એવી અભિનેત્રી છે જે હિન્દી સિનેમામાં મોટી અભિનેત્રીઓને પોતાના બોલ્ડ અંદાજથી પાછળ છોડી દે છે

Exit mobile version