Site icon Revoi.in

સીબીઆઈના પ્રમુખની પસંદગી માટે આજે બેઠક, પીએમ મોદી પણ થશે સામેલ

Social Share

દિલ્હી:દેશની સૌથી શક્તિશાળી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) નું પ્રમુખ પદ માર્ચ મહિનાથી જ ખાલી પડેલું છે. સીબીઆઈ ચીફના પદ પરથી ઋષિ કુમાર શુક્લની નિવૃત્તિ બાદ કેન્દ્રીય એજન્સી તેના નવા પ્રમુખની શોધમાં છે. સીબીઆઈના ચીફની આ રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે. સીબીઆઈના નવા પ્રમુખની પસંદગી માટે આજે 24 મી મેએ બેઠક યોજાવાની છે.

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમણા અને લોકસભામાં વિપક્ષી નેતા અધિર રંજન ચૌધરી ઉપસ્થિત રહેશે. સીબીઆઈના પ્રમુખની પસંદગી કરવા જઇ રહેલી આ બેઠકમાં આ નામોની ચર્ચા કરવામાં આવશે જે આ પદની રેસમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સીબીઆઈના પ્રમુખ માટેના નામ જે રેસમાં છે તેમાં વચગાળાની સીબીઆઈ, બીએસએફ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પ્રમુખ રાકેશ અસ્થાના અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ના વડા વાય.સી. મોદી પણ સામેલ થશે.

સીબીઆઈ ચીફ બનવાની રેસમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) ના વડા સુબોધ કાંત જયસ્વાલની સાથે ભારત તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના ચીફ એસ.એસ. દેસવાલ પણ સામેલ છે. આ સિવાય કેરળના ડીજીપી લોકનાથ બેહરા અને ઉત્તર પ્રદેશ પોલીસ વડા એટલે કે યુપી ડીજીપી એચસી અવસ્થી પણ સીબીઆઈ ચીફ બનવાની રેસમાં સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે.