Site icon Revoi.in

કાકંરિયા કાર્નિવલમાં આજની સવાર બની ભક્તિમય – આજે સવારે પ્રભાતિયા અને ભક્તિ ગીતોનો યોજાયો કાર્યક્મ

Social Share

 

‘ હે, જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા

તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા

વડો રે ગોવાળિયો કોણ થાશે ?  હે, જાગને જાદવા ‘

એક સમય એવો હતો કે આ અને આવા અનેક પ્રભાતિયાથી આપણી સવાર પડતી હતી પણ તે સમય અને પ્રભાતિયા ક્યાં ગયા તે ખ્યાલ જ નથી આવતો ! ?

આપણા પ્રભાતિયાનો પમરાટ નવી પેઢી સુધી પહોંચે અને અમે પણ તેના મર્મને સમજી શકીએ તે હેતુસર અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2022માં આજરોજ તા. 29 – 12 – 2022ના રોજ પ્રભાતિયા અને ભક્તિગીતોનો ઉપક્રમ યોજવામાં આવ્યા હતા.

જ્યાં એક બાજુ ભગવાન સૂર્યનારાયણનું આગમન સાથે, પક્ષીઓ પોતાની આગવી શૈલીમાં સૂર્યદેવ અને આપણા સૌનું સ્વાગત કરતા હતા ત્યારે એક તરફ સુંદર સ્વરોમાં પ્રભાતિયા અને ભત્કિ ગીતો ગાવામાં આવી રહ્યા હતા આવી, ભાગ્યે જ જોવા મળે તેવી ક્ષણોને ઉજવવા અનેક લોકોએ સાથ સહકાર આપ્યો.

આ કાર્યક્રમમાં ભક્તિગીતો અને પ્રભાતિયાને સ્વર આપ્યા હતા જૈમિન વૈધ,મોસમ મહેતા, મલ્કા મહેતા.નિલ વ્યાસ અને કીર્તન ઘારેખાન જ્યારે શબ્દ લાલિત્ય દઘીચી ટાકર દ્રારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એન્ટ્રી ફ્રી મફ્ત રાખવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીઘો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, અમદાવાદ જેના મોટા શહેરમાં અને તે પણ 31ને લઈને જ્યાં આ કાર્નિવલ યોજાય છે તેવા કાંકરિયા કાર્નિવલમાં આજની સવાર ભક્તિમય બની હતી.ભારતયી સંસ્કૃતિની અહીં આગવી ઓળખ જોવા મળી હતી.