Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકઃ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલની આશા, સૌરભ ચૌધરીની ફાઈનલમાં એન્ટ્રી

Social Share

દિલ્હીઃ ટોક્ટો ઓલિમ્પિકનો દબાદબાભેર પ્રારંભ થયો છે. તેમજ આ વખતે ભારતને વધારેમાં વધારે મેડલ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોકી બાદ હવે 10 મીટર એર પિસ્તોલમાં પણ મેડલ મળવાની આશા જીવંત બની છે. ભારતના યુવા શૂટર સૌરભ ચૌધરીએ પુરૂષોની 10 મી. એર પિસ્તોલ ઇવેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ ભારતીય ખેલાડીએ ક્વોલિફીકેશનમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ સ્થાન મેળવીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. સૌરભે 6 શ્રેણીમાં કુલ 586 નો સ્કોર બનાવ્યો હતો.

ભારતીય ચુવા શૂટર સૌરભે 95, 98, 98, 100, 98, 97 નો સ્કોર બનાવ્યો હતો. ચીનના ઝાંગ વોબેનએ તેને સખત પડકાર આપ્યો હતો. આ બંનેમાં પ્રથમ અને બીજા સ્થાને રહેવાની રેસ ચાલુ રહી હતી. જેમાં ભારતીય શૂટર્સ આગળ નિકળી ગયા હતા. ઝાંગ બીજા સ્થાને રહ્યો હતો.

આ બંને ખેલાડીઓને શરૂઆતમાં એક સારો પડકાર જર્મનીના રેઇટ્ઝ ક્રિશ્ચિયન તરફથી મળ્યો હતો. પરંતુ તે બંનેને હરાવી શક્યો ન હતો અને તે ત્રીજા સ્થાને રહ્યો હતો. ઝાંગ એ એ કુલ 586નો સ્કોર કર્યો હતો. જ્યારે ત્રીજા સ્થાને રહેનારો જર્મન ખેલાડી 584 નો સ્કોર કર્યો હતો. કુલ 8 શૂટરોએ ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ છે. સૌરભે આ સાથે જ હવે ભારતની મેડલ માટેની આશાને વધારી દીધી છે. ભારતના અન્ય પુરૂષ શૂટર અભિષેક વર્માએ પણ આ જ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જો કે અભિષેક તેના પ્રદર્શનથી પ્રભાવિત કરી શક્યો નહીં. આ પહેલા ભારતીય મહિલા શૂટરોએ કિસ્મત અજમાવ્યુ હતુ. જોકે તે ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી શકી નહોતી.

Exit mobile version