Site icon Revoi.in

રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ,અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Social Share

રાજકોટ:રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

શહેરના 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.સતત પડી રહેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે,રાજકોટમાં રાત્રીના સમયે દરરોજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે આજે વહેલી સવારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.