Site icon Revoi.in

હજીરા ઘોઘા રોરો ફેરી સેવાના સમયમાં એકાએક ફેરફાર કરાતા પ્રવાસીઓએ અસંતોષ વ્યક્ત કર્યો

Social Share

સુરતઃ ભાવનગરના ઘોઘાથી હજીરા સુધીની રો-રો ફેરી સર્વિસને લોકોનો સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક લોકો પોતાના ધંધા-વ્યવસાય કે રોજગાર અર્થે સુરતમાં સ્થાયી થયાં છે. પોતાના વતન આવવા માટે રો-રો ફેરી સર્વિસ આશિર્વારૂપી બની છે.ત્યારે હજીરાથી ઘોઘા જતી રોરો ફેરીના સમયમાં એકાએક ફેરફાર કરાતાં મુસાફરો  અટવાયા હતા. વહેલી સવારથી રોરો ફેરીના સ્ટેશન ખાતે મુસાફરો પહોંચી ગયા બાદ સમયસર શરૂ ન થતા મુસાફરોમાં રોષ વ્યાપ્યો હતો.આઠ વાગ્યાને બદલે 11:00 વાગ્યા પછી રોરો ફેરી ઉપડશે તેવા જવાબ મળતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના હજીરા ખાતેથી ભાવનગરના ઘોઘા સુધી દરિયા માર્ગેથી રોરો ફેરી સુવિધા ચાલી રહી છે. સુરતથી રો-રો ફેરીનો ઉપડવાનો સમય સવારે 8:00 વાગ્યાનો છે. જેને લઇ મુસાફરોએ સાત વાગ્યા સુધી હજીરા પહોંચી જવું પડતું હતું,  જો કે રવિવારે કોઈ કારણોસર રોરો ફેરી સમયસર ઉપડી શકી નહતી. તેને લઇ યાત્રીઓમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો. આઠ વાગે ઉપડતી રોરો ફેરી ક્યારે ઉપડશે તેનો મુસાફરોને કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો.બાદમાં 11:00 વાગ્યા બાદ ઉપડશે તેવું મુસાફરોને જણાવવામાં આવ્યું હતું.જેને લઇ વહેલી સવારના આવેલા મુસાફરો રોષે ભરાયા હતા વહેલી સવારથી રો રો ફેરીમાં જવા માટે પહોંચેલા યાત્રીઓએ જણાવ્યું હતું કે સુરત થી ઘોઘા પહોંચવાનો સમય ત્રણ કલાકનો છે. સાત થી 8 કલાકની મુસાફરી ત્રણ કલાકમાં પૂર્ણ થતી હોય તો આમાં જવું જોઈએ એવું સમજી અહીં આવ્યા હતા. એની જગ્યાએ 10 થી 11:00 કલાકે મુસાફરોને પહોંચાડશે 8:00 વાગ્યાનો ઉપાડવાનો સમય એટલે મુસાફરોને પહોંચવા માટે સાત વાગે પહોંચવાનું જણાવે છે. અને હવે 11 વાગ્યા સુધી ફેરી ઉપડવાની નથી એવું જણાવે છે. જેને લઇ મુસાફરો ખૂબ હેરાન થઈ ગયા છે .અમે 10 થી 15 મિનિટ મોડા આવીએ તો રો રો ફેરી સિસ્ટમના અધિકારીઓ રો-રો ફેરીમાં પ્રવેશ આપતા નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રવિવારે હજીરા ડેક યાર્ડ ખાતે ઓછામાં ઓછા હજાર મુસાફરો આવ્યા હતા. 10 થી 15 મોટી ગાડીઓ 25 થી 35 નાની ગાડીઓ લઈને વહેલી સવારે છ વાગ્યે મુસાફરો આવ્યા હતા. પરંતુ ટર્મિનલ પર કોઈ જવાબ આપવા વાળુ પણ જોવા મળતું નહતું. નાના નાના બાળકો પણ વહેલી સવારથી સાથે હોવાથી  પરિવારો હેરાન પરેશન થઈ ગયા હતા. રો રો ફેરીને સમયસર ન ઉપાડવાને કારણે અનેક યાત્રીઓના કાર્યક્રમો ખોરવાઈ ગયા હતા. એક મહિલા મુસાફરે જણાવ્યું કે અમારે ગામડે પહોંચવા 14 થી 15 કલાકનો રસ્તો કાપવો પડે તેમ હતો. તો એની કરતા રો રો ફેરીમાં વહેલા પહોંચી જઈશું એટલે આમાં બુકિંગ કરાવ્યું હતું. અમારે ઘોઘા થી ગામડે બીજા ચાર કલાકનો રસ્તો છે, પરંતુ આ તો અહીંથી જ મોડું કરે છે.અમારે ત્યાં નવરાત્રીની પૂજામાં બેસવાનું છે. હવે કઈ રીતે બેસી શકીશું.