Site icon Revoi.in

ટ્રાઇએ ‘મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમના ઉપયોગ’ પર ભલામણો જાહેર કરી

Social Share

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આજે ‘મશીન-ટુ-મશીન (એમ2એમ) કમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમનો ઉપયોગ’ પર ભલામણો જાહેર કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) એ 9 નવેમ્બર, 2021ના રોજ તેના પત્ર દ્વારા, એમ2એમ કોમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમના ઉપયોગ અંગે ટ્રાઇ એક્ટ, 1997 હેઠળ ટ્રાઇની ભલામણો માંગી હતી. આ સંદર્ભમાં, ટ્રાઇએ હિતધારકો પાસેથી ટિપ્પણીઓ / પ્રતિ-ટિપ્પણીઓ માંગવા માટે 25 જુલાઈ, 2022ના રોજ ‘એમ્બેડેડ સિમ ફોર એમ2એમ કમ્યુનિકેશન્સ’ પર એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું. જેના જવાબમાં 15 સ્ટેકહોલ્ડર્સે પોતાની કોમેન્ટ રજૂ કરી હતી. 14 ડિસેમ્બર, 2022ના રોજ વર્ચ્યુઅલ મોડ દ્વારા કન્સલ્ટેશન પેપર પર ઓપન હાઉસ ચર્ચા યોજાઈ હતી. હિતધારકો પાસેથી મળેલી ટિપ્પણીઓ/ઇનપુટ્સ, આ વિષય પર વિસ્તૃત વિચાર-વિમર્શ અને પોતાના વિશ્લેષણના આધારે ટ્રાઇએ પોતાની ભલામણોને અંતિમ સ્વરૂપ આપ્યું છે.

દેશમાં 5G સેવાઓ શરૂ થવાની સાથે, એમ2એમ ઇકોસિસ્ટમની તકોમાં મોટા પાયે વધારો થયો છે, જે કૃષિ, પરિવહન, હેલ્થકેર અને ઔદ્યોગિક ઓટોમેશન જેવા અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં એપ્લિકેશન્સ માટે વધુ અવકાશ પ્રદાન કરે છે. આ ભલામણોનો ઉદ્દેશ ભારતમાં એમ2એમ એમ્બેડેડ સિમ (eSIM)નાં નિયમનકારી પરિદ્રશ્યને સુવ્યવસ્થિત કરવાનો છે. આ ભલામણો મારફતે, ઓથોરિટીએ ક્નો યોર કસ્ટમર (કેવાયસી) મારફતે સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે, જે નેટવર્ક સુરક્ષા સુનિશ્ચિત કરવા, છેતરપિંડીના જોખમોને ઘટાડવા અને એમ2એમ ઇએસઆઇએમ ઇકોસિસ્ટમની સંપૂર્ણ અખંડિતતાને વધારવા માટે આવશ્યક છે. ઓથોરિટીએ ઇએસઆઇએમની પ્રોફાઇલ સ્વિચિંગ અને એસએમ-એસઆરની અદલા-બદલી માટે એક માળખાની પણ ભલામણ કરી છે. આ એમ૨એમ ઇ-એસઆઈએમ વપરાશકર્તાઓને નોંધપાત્ર રાહત પ્રદાન કરશે અને આ ક્ષેત્રમાં તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપશે.

સરકાર દ્વારા આ ભલામણોના અમલીકરણથી ભારતમાં ટેલિકોમ ક્ષેત્રના એમ2એમ ઇએસઆઇએમ સેગમેન્ટમાં વ્યવસ્થિત વૃદ્ધિને પ્રોત્સાહન મળશે અને દેશમાં સ્વદેશી એમ2એમ ઇએસઆઇએમ ઇકોસિસ્ટમના વિકાસને વેગ મળશે, જેથી આધુનિક એમ2એમ કમ્યુનિકેશનની વૃદ્ધિ શક્ય બનશે.

ભલામણોની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે…