Site icon Revoi.in

આદિત્ય રોય કપૂરની ફિલ્મ ‘OM -THE BATTLE WITHIN’નું ટ્રેલર થયું રિલીઝ 

Social Share

મુંબઈ:બોલિવૂડ અભિનેતા આદિત્ય રોય કપૂર અને સંજના સાંઘી અભિનીત બહુપ્રતિક્ષિત એક્શન ડ્રામા ફિલ્મ ‘OM -THE BATTLE WITHIN’નું પાવરફુલ ટ્રેલર રિલીઝ થયું છે.સામે આવેલા ટ્રેલરમાં અભિનેતા એક સૈનિક તરીકે દેશ માટે લડતો જોવા મળે છે.

ટ્રેલરની શરૂઆત એક પરિવાર સાથે થાય છે જે તેમના બાળકોની ચિંતા કરે છે.આ પછી તેમાં જેકી શ્રોફની એન્ટ્રી છે.આમાં જેકી એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં જોવા મળે છે, જેના પર દેશદ્રોહનો આરોપ છે.ફિલ્મમાં આદિત્ય રોય કપૂર કમાન્ડર સોલ્જર ઓમ કપૂરની ભૂમિકામાં છે, જે ખૂબ જ બહાદુર અને આક્રમક ભૂમિકામાં જોવા મળશે.

ટ્રેલરમાં સંજના સાંઘીને તેના પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં દર્શાવવામાં આવી છે.અભિનેત્રી પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર એક્શન રોલમાં જોવા મળશે.ફિલ્મમાં આદિત્ય રોય કપૂર ઉપરાંત સંજના સાંઘી, જેકી શ્રોફ, પ્રકાશ રાજ, આશુતોષ રાણા અને પ્રાચી શાહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કપિલ વર્માએ કર્યું છે.જયારે તેનું નિર્માણ અહમદ ખાને કર્યું છે.આ ફિલ્મ 1 જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.