Site icon Revoi.in

બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેનની અવરજવર અટકી,90 ટ્રેનો રદ અને 46 રૂટ ડાયવર્ટ કરાયા

Social Share

ભુવનેશ્વર:ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ભીષણ ટ્રેન દુર્ઘટના બાદ લગભગ 90 ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે 46 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. આ સાથે, 11 ટ્રેનો તેમના ગંતવ્ય પહેલા જ રોકી દેવામાં આવી છે. અકસ્માતને કારણે અસરગ્રસ્ત મોટાભાગની ટ્રેનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ રેલવે ઝોનની છે.

શુક્રવારે થયેલી ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 મુસાફરોના મોત નીપજ્યાં છે. ભારતીય રેલ્વેના બે ઝોન દ્વારા બહાર પાડવામાં આવેલા નવીનતમ ડેટા અનુસાર, દક્ષિણ પૂર્વીય રેલ્વેએ 3 જૂને ચાલનારી ચેન્નાઈ-હાવડા મેલ, દરભંગા-કન્યાકુમારી એક્સપ્રેસ અને કામાખ્યા-એલટીટી એક્સપ્રેસને રદ કરી દીધી છે. રેલ્વેએ 4 જૂને દોડનારી પટના-પુરી સ્પેશિયલ ટ્રેનને પણ રદ કરી દીધી છે.

આ ટ્રેનો રદ કરવામાં આવી  

 

સાઉથ ઈસ્ટર્ન રેલ્વેએ 3જી જૂનના રોજ સાંજે 4.00 વાગ્યે હાવડાથી બાલાસોર સુધી એક વિશેષ મેમુ (MEMU) ટ્રેન ચલાવી છે જેથી અકસ્માતથી અસરગ્રસ્ત મુસાફરોના સંબંધીઓને સ્થળ પર લઈ જવામાં આવે. આ ટ્રેન સંતરાગાચી, ઉલુબેરિયા, બાગનાન, માચેડા, પાંસકુરા, બાલીચક, ખડગપુર, હિજલી, બેલદા અને જલેશ્વર ખાતે ઉભી રહેશે. દક્ષિણ રેલ્વે પણ અકસ્માતથી પ્રભાવિત થયેલા લોકોના નજીકના સગા/સંબંધીઓ માટે ચેન્નાઈથી ભદ્રક સુધી એક વિશેષ ટ્રેન ચલાવી રહી છે.