Site icon Revoi.in

કંઠ કોકિલા લતાજીને આ રીતે ડેરી બ્રાન્ડ ‘અમૂલે’ આપી શ્રદ્ધાંજલી – પોસ્ટર જારી કરીને લખ્યું ‘હમ જહાં જહાં ચલેંગે આપકા સાયા સાથ હોગા’

Social Share

 

દિલ્હીઃ- કંઠ કોલિલા કહો કે સૂરોની બેતાજ ક્વિન જેણે દાયકાઓથી સંગીતની દુનિયામાં પોતાનું અનોખું સ્થાન બનાવ્યું છે જે જગ્યા કોઈ લઈ ન શકે, તેમના ચાલ્યા જવાથી સમગ્ર વિશ્વ શોકમાં ડૂબ્યું છે કારણ કે સરસ્વતીની સાધક આ વસંતિ ઋુતુમાં જ રાગ બંધ કરી સ્વર્ગના રસ્તે ચાલ્યા ગયા છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના નિધન બાદ દરેક લોકો પોતાના અંદાજમાં વિદાય અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.ત્યારે હવે લોકપ્રિય ડેરી બ્રાન્ડ ‘અમૂલ’ એ પણ તેમની ખાસ અને આગવી શૈલીમાં લતાદીદીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

આ પોસ્ટર શેર કરતાની સાથે તેમાં અમૂલે લખ્યું છે કે, ‘હમ જહાં જહાં ચલેંગે, આપકા સાયા તાથ હોગા’. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વર્ષ 1966ની ફિલ્મ ‘મેરા સાયા’ના તેના લોકપ્રિય ગીતના શ્બદો છે. ‘તુ જહાં-જહાં ચલેગા મેરા સાથ સાથ હોગા’ પરથી આ પોસ્ટર પરનું વાક્ય રિક્રિએટ કરવામાં આવ્યું છે. અમૂલે આ ગીતના સંદર્ભમાં પોસ્ટર તૈયાર કરીને અનોખી રીતે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

દેશની લોકપ્રીય ડેરી બ્રાન્ડ અમૂલ જીદી જૂદી રીતે મહાન વ્યક્તિ માટે અને ખાસ દિવસે ફોટોગ્રાફ્સ રજૂ કરે છે, ત્યારે અમૂલે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતા એક પોસ્ટર જારી કર્યું છે.

આ પોસ્ટરમાં લતા મંગેશકરના ત્રણ જીદા જૂદા  સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે. જેમાં એક ફોટોમાં લતાજી બાળપણમાં જોવા મળે છે,બીજામાં તે તાનપુરા વગાડતા જોવા મળે છે, જ્યારે ત્રીજા ફોટોમાં તે માઈક પર ગીત ગુનગુનાતા જોવા મળી રહ્યા છે.