Site icon Revoi.in

શ્રીલંકામાં સરકારી પેટ્રોલ પંપ ઉપર હોબાળો ના થાય તે માટે સેનાના જવાનો તૈનાત કરાયાં

Social Share

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ શ્રીલંકા છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન શ્રીલંકામાં સરકારી પેટ્રોલ પંપ ઉપર સેનાને તૈનાત કરવામાં આવી છે. શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની સમસ્યાને પગલે પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. પેટ્રોલ પંપ ઉપર હોબાળોના થાય અને લોકો હિંસકના બને તે માટે સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીલંકા છેલ્લા કેટલાક મહિનાથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડાર ઘટ્યું છે. જેથી પેટ્રોલ-ડીઝલની આયાત મુશ્કેલ બની છે જેથી મોંઘવારી ચરમસીમા ઉપર પહોંચી છે. દેશમાં અનાજ, ખાંડ, શાકભાજી અને દવાઓ સહિત જીવન જીરૂરિ વસ્તુઓની ભારે અછત ઉભી થઈ છે. મોંઘવારીને પગલે લોકોના ખર્ચ ચાર ગણો વધી ગયો છે. વિદેશી મુદ્રાની અછતને પગલે શ્રીલંકા પડોશી દેશ પાસેથી ખરીદી પણ નથી કરી શકતું. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે, સ્કૂલમાં કાગળની અછતને પગલે પરીક્ષા પણ રદ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યાં છે. શ્રીલંકામાં લોકો ખાદ્યવસ્તુઓની ખરીદી માટે લાંબી લાઈન લગાવી રહ્યાં છે. બીજી તરફ શ્રીલંકાના નાગરિકો દેશ છોડવા મજબુર બની રહ્યાં છે. તેમજ પડોશી દેશ તરફ હિજરત કરી રહ્યાં છે.