Site icon Revoi.in

તાલિબાનના ઉપદ્રવથી ત્રસ્ત અફઘાનિસ્તાને ભારત પાસે માગી મદદ

Social Share

દિલ્હીઃ અફઘાનિસ્થાનમાં હાલત સતત નાજુક થઈ રહ્યાં છે. દરમિયાન અફઘાનિસ્તાને ભારત પાસે મદદ માગી છે. તાલીબાનથી બચવા માટે ભારત પાસે મદદ માગી છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મહંમદ હનીફ અતમારએ ભારતીય મંત્રી એસ.જયશંકર સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં તાલિબાન અને વિદેશી આતંકવાદી સંગઠનોના સતત હુમલાથી બગડતી સ્થિતિ અંગે માહિતગાર કર્યાં હતા. તેમજ પરિસ્થિતિ સુધારવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક મીટીંગ બોલાવવાનું આહવાન કર્યું છે.

અફઘાનના વિદેશ મંત્રાલય દ્વારા જણાવાયું છે કે, વિદેશી આતંકવાદી સંગઠનો અને વિદેશી લોકોની મદદથી કરવામાં આવતા તાલિબાની હુમલાઓ આંતરરાષ્ટ્રીય કાનૂનનું ઉલ્લંઘન છે. તેમજ ભારત સાથે ક્ષેત્રની સ્તિરતા અને સુરક્ષા અંગે તેના સંભવિત પરિણામો અંગે વાત કરવામાં આવી છે. અતમારએ જયશંકર સાથે તાલિબાન અને વિદેશી આતંકવાદી સંગઠનો દ્વારા વધતી હિંસા અને માનવાધિકારોના વ્યાપક ઉલ્લંઘન અંગે વાત કરી છે. તેમજ સુરક્ષા પરિષદની બેઠક આયોજીત કરવાની માંગણી કરી છે.

ભારત ઓગસ્ટ મહિનામાં સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે. અફઘાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અફઘાનિસ્થાનમાં હિંસાને લઈને ભારતે ચિંતા વ્યક્ત કરી છે.