Site icon Revoi.in

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગાઢ ધુમ્મસને લીધે ટ્રક ટોલ ટોક્સ નાકા સાથે ટકરાઈ

Social Share

નડિયાદઃ રાજ્યમાં કોરોનાના વધતા કેસ સાથે ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થતાંની સાથે જ શુક્રવાર સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયુ છે. ગુજરાતના અનેક શહેરોમાં ધુમ્મુસભર્યુ વાતાવરણ છવાયુ છે. પણ આ જ વાદળછાયુ વાતાવરણ લોકો માટે મુસીબતનુ કારણ બન્યુ છે. ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હતો.  અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કઠલાલ નજીક ધુમ્મસના કારણે એક ટ્રકનો ટોલટેક્સ નાકા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો

ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ ગાઢ ધુમસ્સભર્યું વાતવરણ જોવા મળ્યું છે. આ વાતાવરણને કારણે આવતા-જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કઠલાલ  નજીક ધુમ્મસના કારણે એક ટ્રકનો ટોલટેક્સ નાકા નજીક અકસ્માત  સર્જાયો હતો. અકસ્માત થતા ડ્રાયવર અને ક્લિનરને નાની-મોટી ઇજા પહોંચી હતી. ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

ખેડા જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયુ છે, જેથી વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. નેશનલ હાઇવે નંબર 8 પર ગાઢ ધુમ્મસને લઈને લૉ વિઝીબિલિટી જોવા મળી છે. લૉ વિઝીબિલીટીને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે. અમદાવાદ મુંબઈ ને જોડતા હાઈવે નં – 8 પર વાહનચાલકો હેડલાઈટ તેમજ પાર્કિંગ લાઈટ ચાલુ રાખી વાહન હંકારવા મજબૂર બન્યા હતા. આજુબાજુના ખેતરોમાં ધુમ્મસનું થર વધતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે.