Site icon Revoi.in

જીસકા માલ ઉસકા હમાલના નિર્ણય સામે મોરબીના વેપારીઓ સહમત ન થતાં ટ્રકોમાં લોડિંગ ઠપ થયું

Social Share

મોરબીઃ  ઉદ્યોગોથી ધમધમતા મોરબીમાં ટ્રક-ટ્રાન્સપોર્ટના ઓપરેટરોને માલ-ચડાવવા ઉતારવાની મજુરી પોસાતી ન હોય હવે જે વેપારીનો માલ હશે તેને જ મજુરીના દર ચૂકવવા પડશે એવો નિર્ણ લેવામાં આવ્યો હતો. આ નિર્ણ સાથે વેપારીઓ સહમત ન થતાં ટ્રાન્સપોર્ટરોએ લોડિંગ અને અનલોડિંગનું કામ બંધ કરી દીધુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીમાં  ટ્રક લોડીંગ સમયે જિસકા માલ ઉસકા હમાલ વિષે નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે ટ્રાન્સપોર્ટરોના નિર્ણય સાથે ઉદ્યોગપતિઓ સહમત ના હોય અને આ નિર્ણય અંગે કોઈ અમલવારી કરાઈ ના હોય ટ્રાન્સપોર્ટરો દ્વારા  લોડીંગ-અનલોડિંગનું કામ બંધ કરવામાં આવ્યું છે.

મોરબી અને વાંકાનેરના ટ્રક ટ્રાન્સપોર્ટ એસોની તાજેતરમાં મીટીંગ યોજવામાં આવી હતી જેમાં જિસકા માલ ઉસકા હમાલ નિર્ણય કરાયો હતો અને માલ ભરનાર પાર્ટીને જ હમાલી ચુકવવી પડશે તેનો સર્વસંમતીથી નિર્ણય કર્યો હતો જે અંગે ટ્રાન્સપોર્ટ એસોના સૂત્રોએ જણાવ્યું હતું કે, 10 દિવસ પૂર્વે મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગને લેખિત પત્ર આપી હમાલી પાર્ટીએ ચૂકવવી પડશે. જોકે ઉદ્યોગોએ કોઈ નિર્ણય કર્યો ના હોય લોડીંગ બંધ કરવામાં આવ્યું છે માત્ર મોરબી નહિ પરંતુ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ અને ગુજરાત ટ્રાન્સપોર્ટ એસો દ્વારા નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત આજી મોરબીમાં લોડીંગ અને અનલોડિંગ બંધ કરવામાં આવ્યું છે મોરબીમાં પ્રતિદિન  8 હજાર ટ્રકોના લોડીંગ અને અનલોડીંગ કરાતું હોય છે, જે બંધ કરાયું છે અને જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું પણ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોએ જણાવ્યું હતું.