Site icon Revoi.in

ટ્રમ્પની ઈરાનને ચેતવણી: મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો તો ઈરાન પર 1000 મિસાઈલથી હુમલો કરાશે

Social Share

વોશિંગ્ટન, 11 જુલાઈ 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી અને ભયાનક ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો ઈરાન તેમની હત્યા કરવામાં સફળ થશે અથવા આવો કોઈ પ્રયાસ કરશે, તો અમેરિકા મોટા પાયે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરશે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ઈરાનને સંપૂર્ણપણે બરબાદ કરવાની ચેતવણી આપી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, “જો ઈરાનની સરકારે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ  પર જીવલેણ હુમલો કરવાની કે હત્યા કરવાની ધમકી પર અમલ કર્યો, તો ઈરાન પર તાત્કાલિક 1000 મિસાઈલો દાગવા માટે ઓર્ડર આપી દેવાયા છે. ત્યારપછી પણ હજારો મિસાઈલો છોડવામાં આવશે. અમેરિકી સેના એક વર્ષ સુધી સતત હુમલા કરવા સક્ષમ છે અને ઈરાનના દરેક વિસ્તારને રાખમાં ફેરવી દેશે.”

‘ધ ન્યૂયોર્ક પોસ્ટ’ અને ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલો અનુસાર, ઈઝરાયેલ સરકારે અમેરિકા સાથે એક અત્યંત ગુપ્ત ઇન્ટેલિજન્સ રિપોર્ટ શેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, ઈરાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. અગાઉ ફેબ્રુઆરી 2025માં પણ ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાનની મુલાકાત દરમિયાન આવી જ ચેતવણી આપી હતી. ટ્રમ્પે ઉમેર્યું કે, “હું લાંબા સમયથી ઈરાનની હિટ લિસ્ટમાં ટોચ પર છું અને આ જ જિંદગી છે. પરંતુ જો મારા પર કોઈ આંચ આવી, તો ઈરાન પર એવા સ્તરનો બોમ્બમારો થશે જે ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી.”

Exit mobile version