Site icon Revoi.in

ભારત UN સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બને તો તુર્કીને થશે ગર્વ – તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન

Social Share
 દિલ્હી :9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન ભારતે જી 20 સમિટનું દિલ્હી ખાતે આયોજન કર્યું જેમાં અનેક વિશ્વના નેતોએ હાજરી આપી હતી વિદેશી નેતાઓએ ભારતની ખૂબ જ પર્સંશાઓ કરી છે. ત્યારે તુર્કી દેશ પણ ભારતના હિતમાં વિચારે છે.
 
પ્રાપ્ત માહિચી પ્રમાણે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગને વિતેવા દિવસને રવિવારે કહ્યું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બને તો તેમના દેશને પણ “ગર્વ” થશે.
એટલું જ તેમણે વઘુમાં એમ પણ કહ્યું કે તમામ બિન-P5 સભ્યોને પરિભ્રમણ દ્વારા સુરક્ષા પરિષદના સભ્ય બનવાની તક મળવી જોઈએ. તેઓ મીડિયા બ્રીફિંગમાં આ સવાલનો જવાબ આપી રહ્યા હતા. તુર્કીના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરી હતી.