Site icon Revoi.in

ટ્વિટર બ્લુ ટિક સર્વિસ આજથી થશે શરૂ,આ યુઝર્સે વધુ પૈસા ચૂકવવા પડશે

Social Share

દિલ્હી:એલન મસ્ક આજથી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર ફરી એકવાર પોતાની બ્લુ ટિક સર્વિસ રીલોન્ચ કરવા જઈ રહ્યા છે.ટ્વિટરના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ટ્વિટમાં એટલું જ નહીં જણાવવામાં આવ્યું છે કે ટ્વિટર બ્લુ ટિક સબસ્ક્રિપ્શન આજથી શરૂ થશે, પરંતુ આ સબસ્ક્રિપ્શન માટે કેટલા પૈસા ચૂકવવા પડશે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

ટ્વિટરના સત્તાવાર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને આ માહિતી આપવામાં આવી છે,વેબ યુઝર્સ માટે બ્લુ ટિક બેજની માસિક કિંમત 8 ડોલર (લગભગ રૂ. 659) નક્કી કરવામાં આવી છે.પરંતુ તે જ સમયે, જો તમારી પાસે Apple બ્રાન્ડનો iPhone છે, એટલે કે, જો તમે iPhone યુઝર છો, તો તમારે બ્લુ ટિક બેજ રાખવા માટે દર મહિને 11 ડોલર (લગભગ રૂ. 907) ચૂકવવા પડશે.

થોડા દિવસો પહેલા, આઇફોન યુઝર્સ માટે ટ્વિટર બ્લુ ટિક સબસ્ક્રિપ્શનની કિંમત 8 ડોલર થી   11 ડોલર પ્રતિ મહિને વધારવાની માહિતી મળી હતી.બીજી બાજુ, જો તમે એન્ડ્રોઇડ યુઝર છો, તો તમારા માટે કિંમતમાં કોઈ ફેરફાર નથી, એટલે કે, તમને દર મહિને ફક્ત 8 ડોલર (લગભગ રૂ. 659) નો ખર્ચ આવશે.