Site icon Revoi.in

ટ્વિટરે હવે લાઈવ વીડિયો શેરિંગ ફીચર પર લગાવ્યો પ્રતિબંધ

Social Share

દિલ્હી : જ્યારથી એલન મસ્કે ટ્વિટરનો હવાલો સંભાળ્યો છે ત્યારથી માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પર નવા અપડેટ્સ આવી રહ્યા છે. ટ્વિટરમાં દરરોજ કોઈને કોઈ ફેરફાર જોવા મળી રહ્યો છે. કેટલાક યુઝર્સને કંપની દ્વારા કરવામાં આવેલા ફેરફારો પસંદ આવ્યા છે, પરંતુ કેટલાકે લોકોનો મૂડ બગાડ્યો છે. આગામી દિવસોમાં થઈ રહેલા બદલાવને કારણે ટ્વિટર યુઝર્સ પણ પરેશાન દેખાવા લાગ્યા છે. જો કે, જ્યારે પ્લેટફોર્મમાં કોઈ ફેરફાર થાય છે, ત્યારે કંપની તેના વપરાશકર્તાઓને અગાઉથી જાણ કરે છે, પરંતુ આજે વીડિયો શેરિંગ ફીચરમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો.

ટ્વિટરે આજે અચાનક તેના પ્લેટફોર્મના વીડિયો શેરિંગ ફીચરમાં મોટો ફેરફાર કર્યો છે. વપરાશકર્તાઓ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મમાં લાઇવ સ્ટ્રીમિંગ કરી શકતા નથી. લાઈવ વિડીયો શેરિંગ ફીચર અચાનક બંધ થવાના કારણે લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જો તમે ડેસ્કટોપ મોડમાં ટ્વિટર પર લોગિન કરો છો, તો તમને ડાબી બાજુએ કેટલાક વિકલ્પો મળશે. આમાં More નો વિકલ્પ ઉપલબ્ધ છે. જ્યારે તમે તેના પર ક્લિક કરો છો, ત્યારે તમને ક્રિએટર સ્ટુડિયોનો વિકલ્પ મળશે. વિડીયો લાઈવ થવા માટે ક્રિએટર સ્ટુડિયોના મીડિયા સ્ટુડિયોમાં જવું પડશે. અહીં તમને લાઇબ્રેરીની બાજુમાં લાઇવ વિડીયો વિકલ્પ મળતો હતો જે હવે દેખાતો નથી.

ટ્વીટર પરથી લાઈવ વિડીયો ઓપ્શન કેમ હટાવવામાં આવ્યો તે અંગે હાલમાં કંઈ જાણવા મળ્યું નથી. આ કોઈ પ્રકારનો બગ છે અથવા કંપની દ્વારા તેને ડીસેબલ કરવામાં આવ્યો છે. ટ્વિટર તરફથી પણ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જેના કારણે પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ કરતા લોકોને મુશ્કેલી પડી રહી છે.