Site icon Revoi.in

1 ફેબ્રુઆરીથી ટ્વિટરના નિયમો બદલાઈ રહ્યા છે,હવે યુઝર્સને મળશે આ સુવિધા

Social Share

એલન મસ્કની એન્ટ્રી બાદ ટ્વિટરમાં દરરોજ કોઈને કોઈ નવા ફેરફાર થઈ રહ્યા છે.કંપનીએ એકાઉન્ટ સસ્પેન્શન પોલિસીમાં ફેરફાર કર્યો છે.કંપનીએ શુક્રવારે આ અંગેની માહિતી આપી છે. નવો ફેરફાર 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી રહ્યો છે.આ હેઠળ, યુઝર્સ તેમના એકાઉન્ટ સસ્પેન્શન વિશે અપીલ કરી શકશે.

એકાઉન્ટ રિસ્ટોર કરવા માટે નવા માપદંડ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સમીક્ષા કરવામાં આવશે.નવા માપદંડ હેઠળ, પ્લેટફોર્મની નીતિના વારંવાર ઉલ્લંઘન માટે જ Twitter એકાઉન્ટ સસ્પેન્ડ કરી શકાય છે.

એકાઉન્ટને ગંભીર પોલીસી ઉલ્લંઘનના કિસ્સામાં પણ સસ્પેન્ડ કરી શકાય છે. ગંભીર પોલીસી  ઉલ્લંઘનોમાં ગેરકાયદેસર સામગ્રી અથવા પ્રવૃત્તિ, કોઈને ધમકાવવી અથવા નુકસાન પહોંચાડવું અને ઉત્પીડન જેવી બાબતોનો સમાવેશ થાય છે.ટ્વિટરનું કહેવું છે કે,આવનારા સમયમાં ઓછા કેસમાં ‘ગંભીર કાર્યવાહી’ કરવામાં આવશે.

ભવિષ્યમાં એકાઉન્ટ સસ્પેન્ડ કરવાને બદલે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેની પહોંચ ઘટાડશે. અથવા યુઝર્સને ટ્વીટ ડિલીટ કરવી પડી શકે છે.એકાઉન્ટનો ઉપયોગ કરતા પહેલા કંપની ટ્વીટને ડિલીટ કરવા માટે કહી શકે છે.