Site icon Revoi.in

એલન મસ્કની જાહેરાત, ટ્વીટર પર ટૂંક સમયમાં વોઈસ અને વીડિયો કોલિંગ ની સેવાનો થશે આરંભ

Social Share

દિલ્હી – જ્યારથી એલન મસ્કે ટ્વિટરની ખરીદી કરી છે ત્યારેથી ટ્વિટર હંમેશા વિવાદ અને ચર્ચામાં રહ્યું આ સાથએ જ ટ્વિટરમાં અનેક ફેરફારો પણ થયા છે ત્યારે હવે ટ્વિટર એક નવી સુવિધા પણ શરુ કરવાની તૈયારી કરી રહ્યું  છે એલન મસ્ક દ્રારા આ નવી સુવિધા વિશે જાહેરાત કરવામાં આવી છે.

ટ્વિટરના આ નવા ફીચરથી તમે Facebook અને Instagram જેવા ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. Twitter પર મેસેજિંગ હજી પણ ઉપલબ્ધ છે, પરંતુ એન્ક્રિપ્ટેડ નથી. ટ્વિટરની પોલિસી અનુસાર મહિનામાં એકવાર એકાઉન્ટ લોગિન કરવું જરૂરી છે. જેથી લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેવાને કારણે ટ્વિટર એકાઉન્ટને કાયમી ધોરણે કાઢી નાખવાથી બચી શકાય.

પ્રાપ્ત વિગત પ્રમા ઈલોન મસ્કે ટ્વિટર પર આવનારા નવા ફીચર વિશે માહિતી આપી હતી. તેણે ટ્વિટર પર ઇનકમિંગ કોલ અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સહિત ઘણા નવા ફીચર્સ વિશે જણાવ્યું. ગયા વર્ષે, એલોન મસ્કએ ‘Twitter 2.0 the Everything App’ યોજનાને ફ્લેગ ઓફ કર્યું હતું. જેમાં તેણે એન્ક્રિપ્ટેડ ડાયરેક્ટ મેસેજ, લોંગફોર્મ ટ્વીટ્સ અને પેમેન્ટ્સ જેવી સુવિધાઓ હોવાની વાત કરી હતી.

ટ્વીટરનું નવું ફીચર રજૂ કરતા ઈલોન મસ્કે કહ્યું કે ટૂંક સમયમાં જ ટ્વિટર પર કોઈપણ સાથે વોઈસ કોલ અને વીડિયો ચેટ થશે. આનાથી તમે તમારો નંબર આપ્યા વગર દુનિયામાં ગમે ત્યાં લોકો સાથે વાત કરી શકશો.

ટ્વિટર કોલ ફીચર માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મને મેટા સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ જેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સમાન કાર્યો સાથે લાવશે. એલોન મસ્કએ કહ્યું કે  ટ્વિટર પર એન્ક્રિપ્ટેડ ડાયરેક્ટ મેસેજ વર્ઝન ઉપલબ્ધ થશે. જો કે, તેણે એ નથી જણાવ્યું કે કોલ્સ એન્ક્રિપ્ટેડ હશે કે નહીં. તેમણે કહ્યું કે જે ખાતા ઘણા વર્ષોથી નિષ્ક્રિય છે તેને દૂર કરવામાં આવશે.