Site icon Revoi.in

બેંકોમાં પણ પહોંચ્યો છે કોરોના, હવે બારડોલીની એસબીઆઈ બેંકમાં બે કર્મચારી કોરોના સંક્રમિત

Bank strike

Social Share

સુરત: રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનના કેસનો ધડાકો થયો છે. ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થતાં તંત્ર ચિંતામાં મુકાયું છે.ત્યારે સુરતના બારડોલીની સ્ટેટ બેંકની મુખ્ય શાખામાં 2 કર્મચારી સંક્રમિત જાણવા મળ્યા છે.

બેંકના લૉન ડિપાર્ટમેન્ટમાં બેસતી બે મહિલાઓ કોરોના સંક્રમિત જાણવા મળતા અન્ય લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.જેમાં અન્ય 5 જેટલા કર્મચારીઓ પણ માંદગીની ચપેટમાં છે. હાલ અન્ય 5 જેટલા કર્મચારીઓ પણ માંદગીની ચપેટમાં છે.તેમ છતાં બેંકની તમામ કામગીરી રાબેતા મુજબ શરૂ છે.

દેશમાં કોરોનાવાયરસના કેસ એ રીતે વધી રહ્યા છે કે જે તમામ લોકોની ચિંતામાં વધારો કરે છે. લોકોએ તે પણ ધ્યાન રાખવું પડશે કે કોઈ પણ જરૂરી કામ માટે બહાર જાય ત્યારે પણ સતર્કતા દાખવવી પડશે. કોરોના દરેક રીતે પ્રસરી રહ્યો છે અને કેવી બેદરકારી દાખવવાથી સંક્રમિત થવાની સંભાવનાઓ પણ વધી જાય છે.